‘ગૂગલે પ્લે સ્ટોર’એ 7 લાખ એપ્સ હટાવી

February 1, 2018 at 11:02 am


ગૂગલે એન્ડ્રોઈડ પ્લે સ્ટોરમાંથી ગત વર્ષે સાત લાખ એપ્સ હટાવી દીધી છે. કંપ્નીએ આ એપ્સને પ્લે સ્ટોરની નીતિના ઉલ્લંઘનના કારણે દૂર કરી છે. એટલું જ નહીં, ગૂગલે એક લાખ ડેવલપર્સને પણ પ્લે સ્ટોરમાંથી હટાવી દીધા છે. આ એવા ડેવલપર્સ હતા જેઓ અશ્લીલ, માલવેરયુક્ત એપ અપલોડ કરતા હતા. ગૂગલે પોતાના બ્લોગમાં કહ્યું છે કે 2017માં એપ હટાવવાની સંખ્યા 2016ની તુલનામાં 70 ટકા વધુ છે. ગત વર્ષે ગૂગલે કહ્યું હતું કે કંપ્ની ગૂગલ પ્લે પર ખરાબ એપ્સને સ્કેન કરવા માટે મશી લર્નિંગનો ઉપયોગ કરે છે. એટલું જ નહીં માલવેર ડિટેક્ટ કરવા માટે પણ કંપ્નીએ વ્યૂહનીતિ બનાવી છે..
બ્લોગમાં જણાવાયું છે, અમે માત્ર એપ હટાવી નથી પણ અમે તેને ઓળખી લેવા માટે પણ સક્ષમ છીએ. આ એપમાં 99 ટકા અશ્લીલ ક્ધટેન્ટવાળી એપ્સ હતી. જેને કોઈ ઈન્સ્ટોલ કરે એ પહેલા જ હટાવી લેવાઈ હતી.’.

Comments

comments

VOTING POLL