ગોંડલના અગ્નિકાંડમાં ગોડાઉન માલિક સહિત 6ની ધરપકડ

February 6, 2018 at 1:09 pm


ગોંડલના ઉમરાળા રોડ પર આવેલ મગફળીના ગોડાઉનમાં ભીષણ આગમાં કરોડોની મગફળી ખાક થઈ જતાં કૌભાંડ છૂપાવવા આગ લગાડયાના આક્ષેપોના કલાકોમાં જ તપાસ સીઆઈડી ક્રાઈમ દ્વારા સીટની તપાસમાં મગફળીના ગોડાઉનમાં કૌભાંડ છૂપાવવા આગ લગાડયાનું બહાર આવતા ગોડાઉનના માલીક, મેનેજર સહિત 6 શખસોની ધરપકડ કરતા ચકચાર મચી જવા પામી છે. બનાવના પગલે સીટ દ્વારા પત્રકાર પરિષદ યોજી વિગતો આપી હતી.
જાણવા મળતી વિગત મુજબ ગોંડલના ઉમરાળા રોડ પર આવેલ મગફળીના સરકારી ગોડાઉનમાં અઠવાડીયા પહેલા આગ ભભુકી ઉઠતા કરોડો પિયાની મગફળી ખાક થઈ ગયાના કલાકોમાં જ રાજ્ય સરકારે તપાસ માટે સીઆઈડીને હકમ કર્યો હતો. દરમિયાન બે ડીવાયએસપી સહિત 7 અધિકારીઓની રચના કરી તપાસનો ધમધમાટ શ કર્યો હતો. જેમાં ગોડાઉનમાં વેલ્ડીંગ કામ કરતી વેળાએ તણખો ઝરતા આગે વિકરાળ સ્વપ ધારણ કયર્નિી પ્રાથમીક તપાસમાં બહાર આવતા 4 શ્રમીકોની અટકાયત કરી મેનેજર, ગોડાઉનના માલીક સહિતની પુછપરછ હાથ ધરી હતી.
પુછપરછમાં ગોડાઉનના માલીક અને મેનેજરની બેદરકારી સામે આવતા પોલીસે 6 શખસોની ધરપકડ કરી સીઆઈડી ક્રાઈમ દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સમાં વિગતો આપી હતી.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, અઠવાડીયા પહેલા ગોડાઉનમાં ભીષણ આગ લાગતા કરોડો પિયાની મગફળી બળીને ખાક થઈ ગઈ હોય જે અંગે આક્ષેપો થતાં રાજ્ય સરકારે સીઆઈડી ક્રાઈમને તપાસ કરવાનો હકમ કર્યો હતો. જે અંગે સીઆઈડી ક્રાઈમે મંડળી તેમજ ઓઈલ મીલોમાં તપાસનો ધમધમાટ શ કર્યો હતો. ઉપરાંત ગોડાઉનના માલીક, મેનેજર સહિતની પુછપરછમાં આગ લગાડયાનું બહાર આવતા પોલીસે આ આગ કૌભાંડ છૂપાવવા કરી છે કે કેમ ? તે અંગે વધુ પુછપરછનો ધમધમાટ શ કર્યો છે.

Comments

comments

VOTING POLL