ગોંડલમાંથી ક્રિકેટસટ્ટાનું નેટવર્ક ઝડપાયું: ત્રણ બુકીના નામ ખૂલ્યા

April 15, 2019 at 10:52 am


ગોંડલમાં રેન્જ આઈજીની આર.આર. સેલે દરોડો પાડી ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ઝડપી લીધું છે. 6 મોબાઈલ સાથે લોહાણા શખસની ધરપકડ બાદ આ ક્રિકેટ સટ્ટાના નેટવર્કમાં રાજકોટ, ભાવનગર, જૂનાગઢ અને વાસાવડના બુકીના નામ બહાર આવતાં તેની શોધખોળ શ કરાઈ છે. ગોંડલના જેતપુર રોડ પર ત્રણ ખૂણિયા પાસે આવેલ માલવિયાનગર સોસાયટીમાં ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચાલતું હોવાની બાતમીના આધારે આર.આર. સેલના પીએસઆઈ વાળા અને તેમની ટીમે દરોડો પાડયો હતો જેમાં ગોંડલના આશિષ ઉર્ફે રામ જીતેન્દ્રભાઈ સોમૈયા (ઉ.વ.35)ને ઝડપી લીધો હતો. આઈપીએલના મેચ ઉપર બેટિંગ તેમજ રનફેરનો જુગાર રમતાં આશિષ પાસેથી આઠ હજારની કિંમતના 6 મોબાઈલ અને એક ડાયરી મળી આવી હતી જેની ઉંડાણપૂર્વક તપાસ કરતાં આ ક્રિકેટ સટ્ટાના નેટવર્ક સાથે જોડાયેલા જૂનાગઢના યોગેશ ઉર્ફે વાય.જે., ભાવનગરના પેશ ઉર્ફે આર.એસ., વાસાવડ હાલ વડલદરાના ઈમરાન ઉર્ફે એપલ અને રાજકોટના અલી નામના બુકીનું નામ ખૂલ્યું છે. આ તમામના મોબાઈલ નંબરના આધારે પોલીસે શોધખોળ શ કરી છે.
વરલીના આંકડા લોતો ઝડપાયો

ગોંડલના બસ સ્ટેન્ડ પાસેથી પોલીસે અમીન મામદ તૈલી નામના શખસને વરલી મટકાના જુગાર રમતાં ઝડપી લઈ રોકડ સહિત ા.2090નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Comments

comments

VOTING POLL