ગોધરા રમખાણોમાં મોદીને ક્લીન ચિટના મામલે સુપ્રીમ જુલાઈમાં જાફરીની અરજી સાંભળશે

February 12, 2019 at 11:13 am


વર્ષ 2002ના ગોધરાકાંડને મામલે તત્કાલીન મુખ્ય પ્રદાન નરેન્દ્ર મોદીને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સિટ) દ્વારા આપવામાં આવેલી ક્લીન ચિટને પડકારતી ઝાકિયા જાફરીની અરજીની સુનાવણી સુપ્રીમ કોર્ટ જુલાઇમાં હાથ ધરશે. ન્યાયાધીશ એ.એમ. ખાનવિલકરના વડપણ હેઠળની ખંડપીઠે આ અરજીની સુનાવણી માટે જુલાઇ મહિનો મુકરર કર્યો હતો.

અમદાવાદમાં ગુલબર્ગ સોસાયટીમાં કરવામાં આવેલી 68 વ્યિક્તની હત્યામાંનાં એક સિટના નિર્ણયને પડકારતી અરજીને નકારતા પાંચ આૅક્ટોબર 2017ના ગુજરાત હાઈ કોર્ટના આદેશને ભૂતપૂર્વ સાંસદ અહેસાન જાફરીની પત્ની ઝાકિયાએ પડકાર્યો હતો. તેમની વિરુદ્ધ કેસ ચલાવી શકાય તેવા પુરાવાઆે ન હોવાનું જણાવી સિટે 8 ફેબ્રુઆરી 2012ના નરેન્દ્ર મોદી તેમ જ અન્ય 63 જણને ક્લીન ચિટ આપતો ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો.

મુખ્ય કેસની સુનાવણી કરતા અગાઉ ઝાકિયાની અરજીમાં સહ-અરજકતાર્ બનેલાં સામાજિક કાર્યકર તીસ્તા સેતલવડ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને પણ તેઆે ધ્યાન પર લેશે એમ કોર્ટે અગાઉ કહ્યું હતું. આ કેસ 27 ફેબ્રુઆરી 2002 અને મે 2002 વચ્ચે કથિત વ્યાપક ષડéંત્ર ઘડી કાઢવામાં આવ્યું હોવાને લગતો હોવાને કારણે નોટિસ જારી કરવી જરુરી હોવાનું જાફરીનાં વકીલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું.

Comments

comments

VOTING POLL