ગોવિંદ ગુરુ યુનિવસિર્ટીમાં કુલપતિ પાડલિયાના કાર્યકાળમાં કોલેજોની સંખ્યા 97થી વધી 128 થઇ

January 19, 2019 at 3:34 pm


ગોવિંદ ગુરુ યુનિવસિર્ટીના પ્રથમ કુલપતિનો આજરોજ ત્રણ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો છે તે નિમિત્તે યુનિવસિર્ટીના બિનશૈક્ષણિક કર્મચારીઆે દ્વારા આયોજિત અભિવાદન સમારોહમાં તેઆેએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારને ગોવિંદ ગુરુ યુનિવસિર્ટીના પ્રથમ કુલપતિ તરીકે કામ કરવાની જે તક આપી તે મારા જીવનનું અહોભાગ્ય ગણું છું. પંચમહાલ, મહિસાગર, દાહોદ, છોટા ઉદેપુર તથા વડોદરા (ગ્રામ્ય) વિસ્તારના મુખ્યત્વે આદિવાસી પરિવારના બાળકોના ઉચ્ચ ક્ષિણનો વિકાસ કરવાની મને તક મળી તેને હું ઈશ્વરના આશીવાર્દ ગણું છું. યુનિવસિર્ટીની કોઈપણ શૈક્ષણિક સંસ્થા તે તીર્થસ્થાન સમાન છે. તેમાંય આદિવાસી વિસ્તારની નવી યુનિવસિર્ટીમાં પ્રથમ કુલપતિ તરીકે કામ કરવાનો મોકો મળ્યો તે મારા જીવનના સુવર્ણકાળ સમાન છે.
જ્યારે યુનિવસિર્ટી શરૂ થઈ ત્યારે 97 જેટલી સંલગ્ન કોલેજોની સંખ્યા હતી જે આજ 128 જેટલી પહાેંચી છે. યુનિવસિર્ટીનો પ્રયાસ રહ્યાે છે કે આ વિસ્તારના ધંધાર્થીઆેને ઉચ્ચ અભ્યાસ માટે બહાર ન જવુ પડે તેવો અમે પ્રયાસ કર્યો છે. એનએસએસ, એનસીસીની કામગીરીનો ખુબ જ વિકાસ થયો છે.
બ્રિટીશ ઈન્ડિયા એજ્યુકેશન કાઉિન્સલ, લંડન તથા રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગના સંયુકત ઉપક્રમે બે ફેઝમાં 223 જેટલા અધ્યાપકો માટે ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રાેગ્રામનું સફળ આયોજન કરવામાં આવેલ હતું. કોલેજોમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઆેને મહિલાઆે અંગેના કાયદાની અને હકકોની સમજ આપવા માટે રાજ્ય મહિલા આયોગ, ગુજરાત રાજ્યના સહયોગથી મહિલા સશિક્તકરણ કાર્યશિબિરનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં 365 વિદ્યાર્થિનીઆે અને 22 અધ્યાપિકાઆે ઉપસ્થિત રહેલ હતી.
યુજીસીએ સરકારી તેમજ ગ્રાન્ટ ઈન એઈડ કોલેજોને ગ્રાન્ટ ફાળવવા માટે નેક એસેસમેન્ટ ફરજિયાત કરેલ છે તેવા સમયે યુનિવસિર્ટી દ્વારા તમામ સંલગ્ન કોલેજો માટે નેક દ્વારા એસેસમેન્ટ કરાવવા જરૂરી માર્ગદર્શન તથા નેક એસેસમેન્ટના નવા ફોર્મેટની જાણકારી માટે સંલગ્ન કોલેજના આચાર્યો તથા કો-આેડિર્નેટરો માટે એક દિવસીય વર્કશોપનું આયોજન કરેલ હતું જેમાં નેકના ડેપ્યુટી એડવાઈઝર ડો.ગણેશ હેગડે તથા આસીસ્ટન્ટ એડવાઈઝર ડો.વિનીતા સાહુ ઉપસ્થિત રહ્યા હતા.

Comments

comments

VOTING POLL