ગૌવંશ મૃત્યુના પ્રશ્ને નિરાકરણ માટે જામપાના સહયોગે હિન્દુ સેનાની તૈયારી

જામનગરમાં તાજેતરમાં ગૌવંશ મૃત્યુના બનેલા બનાવોમાં જવાબદાર અધિકારીને સસ્પેન્ડ કરવા અને ગૌવંશની હત્યાનો ગુન્હો દાખલ કરવાની માંગણી એક કોર્પોરેટરએ કરી છે પરંતુ ખરેખર ગુન્હેગાર કોણ છે તેની જળ સુધી પહાેંચવા કમિશ્નર બારડે વિચારવાનું છે, ઢોરના ડબ્બાનો અને ગૌવંશના મૃત્યુનો પ્રશ્ન તો જુનો છે, પુરતુ લીલું એને બિમાર ગૌવંશની સારવાર અપાય છે કે નહીં અને જો લીલું અને ગૌવંશની આરોગ્યલક્ષી સારવાર આેછી અપાતી હોય તો લગત અધિકારીઆેને કાર્યવાહી કરી શકાય પરંતુ ફકત કાર્યવાહી અને સસ્પેન્ડ કરવાથી કાયમી નિકાલ આવતો નથી ડબ્બામાંના ગૌવંશ મરવાના જુના પ્રશ્નનું નિરાકરણ કેમ થાય અને ગૌવંશ કેમ બચે તે જરૂરી છે બાકી રાજકીય રોટલો શેકવા તો બધા પક્ષો મેદાનમાં આવે છે પણ સાચા ગૌભકતોએ તો આ જુના પ્રશ્નના નિરાકરણ માટેના ઉપાયો શોધવાની જરૂર છે, કમિશ્નરના માર્ગદર્શન હિન્દુ સેનાના પ્રતિક ભટ્ટ, ગૌવિભાગના આસુતોષ પાઠક, સંચાલકો તેમજ હિન્દુ સેનાના સૈનિકોની સેવાની જરૂરીયાત હોય તો જામપાના ઢોરના ડબ્બાના પ્રશ્નના નિરાકરણમાં સેવા આપવા સહભાગી બનવા તૈયાર છે, કમિશ્નર ગૌવંશના વારંવાર થતા મૃત્યુના વિષને ગંભીરતા દાખવી કોઇને સસ્પેન્ડ કરવા કે કોઇપર કાર્યવાહી કરવાના બદલે ચોકકસ દિશામાં તાત્કાલીક ધોરણે નિકાલ લાવવા અને ગૌવંશને બચાવવાનો ઉદેશ હોવાની બાબત કમિશ્નરને પાઠવેલા પત્રમાં દશાર્વી છે.