ગ્રાહકો સાથે જોડાયેલા ચાર બિલ પસાર થવાનો માર્ગ હવે મોકળો

May 25, 2019 at 10:45 am


એનડીએ સરકારની જોરદાર વાપસીથી સંસદના એ ખરડાઓને મંજૂરી મળવાનો માર્ગ મોકળો થઈ ગયો છે જે પાછલા કાર્યકાળમાં પ્રાથમિકતામાં હતા પરંતુ તમામ કારણોથી પાછલા કાર્યકાળમાં તે પસાર થઈ શક્યા નહોતા. તેમાં મોટર વાહન ખરડો અને ગ્રાહક સંરક્ષણ કાયદાનો ખરડો સૌથી મહત્ત્વનો છે જેના કારણે ગ્રાહકોના હિતને સુરક્ષા મળશે.

પ્રસ્તાવિત મોટર વાહન ખરડો (સંશોધન) અને ગ્રાહક સંરક્ષણ બિલ લોકસભામાં પસાર થઈ ગયું હતું પરંતુ રાજ્યસભામાં તે પસાર થઈ શક્યું નહોતું તેથી હવે તેને નવેસરથી પસાર કરાવવું પડશે. ખરડા અનુસાર ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન પર આકરા દંડ ઉપરાંત વાહનમાં ખરાબી જોવા મળે તો તમામ વાહનોને પરત બોલાવવા અને વળતરના નિયમો સમાવિષ્ટ છે. આ હેઠળ હિટ એન્ડ રન કેસમાં મોત પર પીડિત પરિવારને વળતર 25 હજારથી વધારીને બે લાખ પિયા કરવામાં આવ્યું છે. દા પીને ગાડી ચલાવવા પર દંડની રકમ દસ હજાર અને રેસ ડ્રાઈવિંગ પર એકથી પાંચ હજાર પિયાના દંડનો પ્રસ્તાવ છે. ઓવરસ્પીડ ઉપર 400થી એક-બે હજાર પિયા દંડ ફટકારવાનો પ્રસ્તાવ છે. આ હેઠળ ડીઝલ અને વાહન રજિસ્ટ્રેશન માટે આધાર નંબર અનિવાર્ય હશે.

સરકાર ગ્રાહક સંરક્ષણ બિલ હેઠળ ગ્રાહકોને ખરાબ ઉત્પાદન અને સેવાઓના મામલામાં તમામ અધિકારી આપવાની છે. ફરિયાદોના ઝડપી ઉકેલની જોગવાઈ પણ આ બિલમાં સમાવિષ્ટ કરાઈ છે. ઓનલાઈન શોપિંગ કંપ્નીઓ પણ દાયરામાં આવશષ. આ બિલ રાજ્યસભામાં પસાર થઈ શક્યું નહોતું. ગ્રાહકો અને કંપ્ની વચ્ચે મધ્યસ્થતા હેઠળ વિવાદના સમાધાનનો વિકલ્પ પણ હશે.

Comments

comments

VOTING POLL