ગ્લોબલ ગુજરાત વાઇબ્રન્ટ સમિટમાં અમેરિકાના ઉદ્યાેગપતિઆેનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળ આવશે

November 28, 2018 at 11:34 am


ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે તા. 18-19-20મી જાન્યુઆરી ના રોજ યોજાનારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં અમેરિકાના ઉદ્યાેગપતિઆેનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ ગુજરાતમાં રોકાણની તકો તપાસવા તથા ગુજરાત સરકાર સાથે એમ.આે.યુ કરવા આવવાના હોવાથી રાજ્ય સરકારના ઉત્સાહમાં ભારે વધારો થયો છે. એક તરફ અમેરિકાના ઉદ્યાેગપતિઆે ગુજરાતમાં જુદાજુદા ક્ષેત્રોમાં રોકાણ કરવા તત્પર બન્યા છે અને જાપાન, ફ્રાંસ,કેનેડા, નેધરલેન્ડ, યુ.એ.ઇ, તથા સાઉથ કોરિયા સહિતના દસ રાષ્ટ્રાેએ અત્યાર સુધીમાં વાઇબ્રન્ટ ગુજરાતમાં પાર્ટનર કન્ટ્રી તરીકે હાથ મિલાવ્યા હોવાથી ગુજરાત સરકાર ભારે ઉત્સાહિત જણાઇ રહી છે. એટલું જ નહી પરંતુ ગુજરાત સરકાર અમેરિકા પાસેથી રાજ્યના વિવિધ ક્ષેત્રોમાં ખુબ જ મોટા રોકાણની અપેક્ષા પણ રાખી રહી છે જેના કારણે આ વખતના વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં સવિર્સ સેક્ટર તથા ટેકનોલોજી સહિત એવિએશન ક્ષેત્ર પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યાે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર વૈિશ્વક મંદીના વર્તમાન માહોલમાં આગામી સમિટ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં એમઆેયુનો આંકડો વધે તેના બદલે આ વખતે રાજ્ય સરકારે રોજગારીની વધુ તકો ઉપલબ્ધ કરાવવાની દિશામાં એક્શન પ્લાન તૈયાર કર્યો છે. જેના ભાગરુપે સરકારના તમામ વિભાગોના અધિકારીઆેને સવિર્સ સેક્ટર માં મૂડીરોકાણ આકષ} રોજગારીની તકો ઉભી કરી શકાય તે અંગે વિશેષ ધ્યાન કેિન્દ્રત કરવા ખાસ તાકીદ કરવામાં આવી છે.

આગામી વાઇબ્રન્ટ ગુજરાતમા આઈટી અને ટેકનોલોજી ક્ષેત્રો ઉપરાંત પ્રવાસન ઉદ્યાેગ, ટ્રાન્સપોર્ટ, એન્ટરટેઇનમેન્ટ, બાંધકામ ક્ષેત્ર, રિટેલ ક્ષેત્ર જેવા વિવિધ સવિર્સ સેક્ટર ઉપરાંત વ્યાવસાયિક બાબતોમા પણ આ વખતે વધુમાં વધુ મૂડીરોકાણ થાય અને રોજગારીની તકો સજાર્ય તેવા સમજૂતીના કરાર કરાશે. આ ઉપરાંત ચીજવસ્તુઆેની પડતર કિંમત ઘટાડી શકાય તેવી ટેકનોલોજી ને આવકારવા ગુજરાત સરકાર વાયબ્રન્ટ સમિટમાં લાલ જાજમ પાથરશે તેમ પણ સૂત્રોએ જણાવ્યું હતું.

અત્રે નાેંધનીય છે કે આગામી ડિસેમ્બરના અંત સુધીમાં ગુજરાત સરકાર મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશની પેટર્ન મુજબ નવી ટેકસટાઇલ પોલિસી લાવી રહી છે જેમાં કેશ સબસીડી, ઇન્ટરેસ્ટ સબસિડી, વીજબિલમાં રાહત તેમજ અન્ય વેરાઆેમાં પણ રાહતની લહાણી કરશે જેના પરિણામે વાઇબ્રન્ટ ગુજરાત થકી રોકાણ કરનારાઆેને પણ અનેકવિધ લાભો મળી રહેશે.
અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે દેશમાં કપાસ ઉત્પાદન ક્ષેત્રે ગુજરાત બીજા ક્રમે છે ત્યારે ટેક્સટાઇલ ક્ષેત્રમાં ગુજરાત સરકારે મોટી છલાંગ લગાવવાનું નક્કી કર્યું છે. જેના ભાગરુપે અમદાવાદ, સુરત અને સૌરાષ્ટ્રના મોટા શહેરોમાં ટેકસટાઇલ ક્ષેત્રે મોટુ મૂડીરોકાણ મેળવવાના પ્રયત્નો શરુ કરી દીધા છે.
અમેરિકાના ઉદ્યાેગપતિઆે દ્વારા ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે મૂડીરોકાણ અંગે વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં એમઆેયુ થયા બાદ આગામી દિવસોમાં રાજયમાં અમેરિકા અને ગુજરાતની કંપનીઆે સંયુક્ત રીતે ધમધમતી જોવા મળશે તેવો આશાવાદ ગુજરાત સરકાર દ્વારા સેવવામાં આવી રહ્યાે છે.

Comments

comments

VOTING POLL