ગ્લોબલ વોમીંગ: 2070 આવતાં આવતાં તંદુરસ્ત વ્યિક્ત પણ 6 કલાકમાં મોતને ભેટી શકે છે

September 11, 2018 at 11:01 am


ગ્લોબલ વોમિ¯ગના પડકારને ઝીલવા અને ત્રણ વર્ષ પહેલા થયેલી પેરિસ જળવાયુ સમજૂતિ પર ચર્ચા કરવા માટે અમેરિકા અને સેન ફ્રાન્સીસ્કોમાં 12થી 14 સપ્ટેમ્બર સુધી ગ્લોબલ ક્લાઈમેટ એક્શન સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. ગ્લોબલ વોમિ¯ગને કારણે દુનિયામાં થઈ રહેલા નુકસાનને ધ્યાનમાં રાખી આ સમિટને ઘણું મહત્ત્વનું માનવામાં આવે છે. એન્વાયરમેન્ટલ રિસર્ચ લેટર્સના એક રિપોર્ટમાં જણાવાયું છે કે દુનિયાના દેશ ગ્લોબલ વોમિ¯ગને લઈને હજુ પણ સજાગ નહી થાય તો 2070 આવતાં આવતાં પૃથ્વીના જળવાયુમાં ખતરનાક પરિવર્તન જોવા મળશે. વેટ બલ્બ તાપમાન (ગરમી અને ઉમશ)માં બેહદ વધારો થશે જેના કારણે દુનિયાનો સૌથી તંદુરસ્ત વ્યિક્ત પણ 6 કલાકમાં મોતને ભેટી શકે છે.
કોઈ વ્યિક્તને જીવિત રહેવા માટે વેટ બલ્બ તાપમાન 35 ડિગ્રીથી વધુ ન હોવું જોઈએ પરંતુ 2070 આવતાં આવતાં તેમાં 100થી 250 ગણો વધારો થ, જશે જ્યારે સિંધુ, ગંગા અને ઉત્તર ભારતના કાંઠાળા વિસ્તારોમાં વેટ બલ્બ તાપમાન વર્ષમાં સરેરાશ એક વાર જ 31 ડિગ્રી સેલ્સીયસ પહાેંચે છે. તાપમાનમાં અચાનક આટલો વધારો થવાની ગરમી ઘટાડવાની શરીરની ક્ષમતા ઘણી આેછી થઈ જશે જેનાથી શરીરમાં પાણીની માત્રા ઘણી આેછી થઈ જશે.
વેટ બલ્બ તાપમાન 35 ડિગ્રી સુધી પહાેંચવાને કારણે ભારત, ચીન, અમેરિકા, પશ્ચિમ આફ્રિકા, વિયેટનામ, બાંગ્લાદેશ, મ્યાનમાર, થાઈલેન્ડ, ફિલીપીન્સ અને મીડલ ઈસ્ટના અનેક દેશોને નુકસાન થશે. સૌથી વધુ નુકસાન ભારતને થશે. મુંબઈ અને કોલકત્તાના મોટાભાગના વિસ્તારો ડૂબી જશે. વધુ ગરમીને કારણે ખેતરો સુકાઈ જશે જેનાથી દેશની 22.8 કરોડની વસતી બેરોજગાર થઈ જશે.

Comments

comments