ઘડપણમાં પણ મગજ રાખવું છે એકદમ ફાસ્ટ તો રોજ એક કલાક રમો આ રમત

May 17, 2019 at 5:22 pm


જે લોકો રોજ નિયમિત રીતે એક કલાક ક્રોસવર્ડ (સૂડોકુ) રમે છે, તે લોકોનું મગજ વૃદ્ધાવસ્થામાં પણ 10 વર્ષના બાળક જેવું તીવ્ર હોય છે. બ્રિટિશ વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે,`ઘડપણમાં રોજીંદા એક કલાક ક્રોસવર્ડ્સ રમવાથી બાળકો જેવું તીવ્ર મગજ રહેશે.’ યુનિવર્સિટી ઓફ એક્સેટર અને કિંગ્સ કોલેજ લંડનમાં થયેલી શોધ અનુસાર,`અંકોની પહેલીનો જવાબ શોધવાથી બાળકોની જેમ વ્યક્તિનું મગજ તીવ્ર થઇ શકે છે.’ શોધકર્તાનું કહેવું છે કે,`ફક્ત એક કલાક ક્રોસવર્ડ રમવું જોઇએ, તે કલાકની અસર ભવિષ્યમાં દેખાશે અને ડિમેંશિયાનો ભયમાં ઘટાડો થશે.’

 

શોધકર્તા અનુસાર,’અંકોની રમત એટલે કે ક્રોસવર્ડ્સ રમવું એ યાદશક્તિ માટે એક પ્રકારની કસરત છે. આ ધ્યાન ક્રેન્દ્રિત કરવા અને સમસ્યાનું સમાધાન શોધવાની સ્કિલમાં વધારો કરે છે. મગજ સાથે ઘણાં પ્રકારના કનેક્શન હોય છે, જેને રોજની આ પ્રકારની પઝલ રમવાની જરૂર હોય છે, તેથી આ પ્રકારની રમત માટે સમય ફાળવો અને તેને પોતાની રોજીંદા કાર્યમાં સામેલ કરો.’ બ્રેન શરીરમાં રહેલી માંસપેશીની જેમ છે, તેનો જેટલો ઉપયોગ કરવામાં આવે તેટલુ વધારે તે સારું બનશે અને તેની કાર્ય ક્ષમતામાં પણ વધારો થશે. ક્રોસવર્ડ્સ રમવાથી સમસ્યાઓની સામનો કરીને તેનો રસ્તો શોધવામાં મદદ કરે છે.’

 

શોધમાં 50-93 વર્ષની ઉંમરવાળા 19 હજાર લોકોને સામેલ કર્યા હતા, તેમને પૂછવામાં આવ્યું કે,`તેઓ મહિના, અઠવાડિયું કે રોજ કેટલા ક્રોસવર્ડ્સ હલ કરે છે. તેઓનો અઠવાડિયા સુધી રોજ ઓનલાઇન ટેસ્ટ લીધી તો બીજા કરતા ક્રોસવર્ડ્સ  લોકોએ ખૂબ ઝડપથી જવાબ આપ્યા હતા.

Comments

comments