ઘર ખરીદી ઉપરના કરમાં છૂટ આપવા સરકારની તૈયારી

June 28, 2019 at 10:30 am


કેન્દ્ર સરકાર બજેટમાં આવાસીય ક્ષેત્ર માટે મોટી જાહેરાત કરી શકે છે. ખાસ કરીને સસ્તા કર માટે ટેક્સ છૂટ વધારીને ગરીબ અને મધ્યમ વર્ગને આકર્ષવાનો પ્રયાસ આ બજેટમાં કરવામાં આવી શકે છે.

નિષ્ણાતોના જણાવ્યા મુજબ સરકાર હોમ લોન હેઠળ ટેક્સમાંથી બચત માટે કાપની સીમા વધારી શકે છે. હોમલોનના વ્યાજ પર સંપૂર્ણ છૂટ ત્યારે જ મળી શકે છે જ્યારે નિમાર્ણ પાંચ વર્ષમાં પૂરું થઈ ગયું હોય પરંતુ એવું બની રહ્યું નથી અને જ્યારે કોઈને મકાન મળે છે ત્યારે નાણાકીય વર્ષની સાથે નિમાર્ણના સમયનું વ્યાજ બે લાખની સીમાને પાર કરી ગયું હોય છે. આવામાં ખરીદાર પર બિનજરૂરી બોજ પડે છે. બે લાખ રૂપિયાની વાર્ષિક વ્યાજ છૂટની સીમાને વધારવામાં આવે તેવી સંભાવના છે. બીજા ઘરની ખરીદી પર લોનના વ્યાજ ઉપર પણ કાપનો પૂરો લાભ મળતો હતો પરંતુ 2018માં લોનના વ્યાજ પર છૂટની સીમા બે લાખ રૂપિયા નિશ્ચિત કરી દેવાઈ હતી જેના કારણે લોન પર લેવામાં આવેલા બીજા ઘર ઉપર પણ વ્યાજછૂટનો પૂરો ફાયદો મળી રહ્યાે નથી. આ પગલાંથી ઘરની ખરીદ વધારીને રિયલ એસ્ટેટ સેક્ટરમાં ઉછાળો આવવાથી આર્થિક સુસ્તી દૂર કરવા અને રોજગાર વધારવાની કવાયત કરી રહેલી સરકારની કોશિશ રંગ લાવી શકે છે.

Comments

comments

VOTING POLL