ઘર ફૂટે ઘર જાયઃ પાકિસ્તાન સેના અને વડાપ્રધાન ઈમરાન વચ્ચે જોરદાર અંટશ

August 19, 2019 at 11:28 am


પાકિસ્તાની સેના અને વડાપ્રધાન ઈમરાન ખાન વચ્ચેની અંટશ વધતી જઈ રહી છે. અમેરિકી પ્રવાસ અને ભારત સાથેના સંબંધોને લઈને ઈમરાનના નિવેદનોથી પાકિસ્તાની સેનામાં ખીજનું વાતાવરણ પ્રવત રહ્યું છે. પાકિસ્તાની સેના ભારતમાં આતંકીઆેની મોટાપાયે ઘૂસણખોરી કરાવવા પ્રયત્ન કરી રહી છે પરંતુ પાકિસ્તાની સેનાની કઠપુતળી કહેવાતા ઈમરાન ખાને અનેક વખત દાવો કર્યો છે કે તેની સરકાર આતંકીઆે ઉપર કાર્યવાહી કરી રહી છે જેના કારણે પાક. સેના ઈમરાનથી નારાજ થઈ છે.
10 વર્ષ સુધી અલકાયદાના માસ્ટર માઈન્ડ આેસામા બીન લાદેનને પોતાના દેશમાં છુપાવનારી પાકિસ્તાની સેનાનો ઈરાદો લોકોને રાજનીતિ દ્વારા મુખ્યધારામાં લાવવાનો છે. આેક્ટોબર-2017માં પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે કહ્યું હતું કે તે સશસ્ત્ર દળના લોકોને રાજકીય પ્રક્રિયામાં લાવવા માટે એક વિશેષ યોજના પર કામ કરી રહ્યા છે.
એક યુરોપીય થિન્ય ટેન્ક અફસાસના લેખિત દસ્તાવેજ અનુસાર ગફૂરનો હેતુ આતંકીઆે અને આતંકી સંગઠનોને એક કરીને તેને પાકિસ્તાનની મુખ્ય ધારામાં લાવવા માટે રાજકીય ક્ષેત્રમાં એક સકારાત્મક ભૂમિકા ભજવવાનો છે.
આ બધાથી વિપરીત પાછલા વર્ષે જ પાકિસ્તાની સેનાની હેરાફેરીથી ચૂંટણી જીતીને વડાપ્રધાન બનનારા ઈમરાન ખાને તાજેતરમાં જ મજબૂરીવશ એવા નિવેદનો આપ્યા કે તેનાથી પાક. સેના તેના વિરુદ્ધ થઈ ગઈ છે. પાકિસ્તાની સેના આતંકી જૂથોને તાલીમ આપે છે તે સર્વવિદિત વાત છે. પહેલાં તો અમેરિકા પ્રવાસ દરમિયાન ઈમરાને દુનિયા સામે કબૂલકર્યું છે તેના દેશમાં અંદાજે 30થી 40 હજાર આતંકીઆે છે. તેમણે દાવો કર્યો કે તેની સરકાર દેશમાં જેહાદની સંસ્કૃતિને ખતમ કરવાની કોશિશ કરી રહી છે.
તાજેતરમાં જ પાકિસ્તાનના આઝાદી દિવસે ઈમરાન ખાન સ્વીકારી બેઠા કે ભારત ગુલામ કાશ્મીરમાં બાલાકોટથી પણ મોટો હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. પાકિસ્તાની સેનાને આ વાતની સંપૂર્ણ જાણકારી છે. ભારત પાસે ભયાનક યોજનાઆે છે. ઈમરાનના આ નિવેદનથી પાકિસ્તાની સેના અત્યંત નારાજ થઈ હતી કેમ કે તે હંમેશા એ વાતનો ઈનકાર કરતી આવી છે કે બાલાકોટ હવાઈ હુમલામાં ભારતને સફળતા મળી હતી.

Comments

comments

VOTING POLL