ઘુમલી મુકામે શ્રી લુણંગ ગણેશ ઉત્સવ-2018 નું ભવ્યાતિ ભવ્ય આયોજન

September 12, 2018 at 1:29 pm


સમસ્ત મહેશ્વરી સંપ્રદાયના પરમ પૂજય ઇષ્ટદેવ લુણંગ ગણેશ દેવનું સ્થાનક દેવભૂમિ દ્વારકા જીલ્લાના, ભાણવડ તાલુકાના ઘુમલી મુકામે કે જે બરડા ડુંગરની તળેટીમાં ઘુમલી નામનું ઐતિહાસિક તેમજ ભરપુર કુદરતી સા¦દર્ય ધરાવતું સ્થળ આવેલું છે જયાં સોનકંસારીની પૌરાણીક જગ્યા તેમજ ડુંગરની ટોચે આવેલ માં આશાપુરાનું મંદિર તેમજ તળેટીએ આવેલ શ્રી લુણંગ ગણેશ દેવનું પવિત્ર મંદિર આવેલ છે. આ પવિત્ર સ્થળે ઘણાં વર્ષોથી મહેશ્વરી સંપ્રદાયના ધામિર્ક મેળા યોજવામાં આવે છે જેમાં હજારોની સંખ્યામાં યાત્રાળુ પગપાળા તેમજ જુદા જુદા વાહનો દ્વારા દર્શનાથ£ આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી ભાદરવા સુદ-4 ગણેશ ચતુથ}ના પવિત્ર દિવસે શ્રી ઘુમલી ગણેશ મહેશ્વરી ચેરીટેબલ ટ્રસ્ટ, ઘુમલી દ્વારા શ્રી લુણંગ ગણેશ ઉત્સવ-2018 નું ભવ્ય આયોજન તા. 13-9-2018 ગુરૂવારના રોજ આયોજન કરેલ છે. જેમાં ધામિર્ક કાર્યક્રમો ભાદરવા સુદ-4, તારીખ તા. 13-9-2018 ના ગુરૂવારના દિવસે ભાણવડ તાલુકાના મોજે ઘુમલી મુકામે આવેલ શ્રી લુણંગ ગણેશ મંદિરે સવારે 9.00 કલાકે અન્નકોટ દર્શન, સવારે 10.00 કલાકે નારણભાઇ કારાભાઇ જોડ, સલાયાવાળા દ્વારા બારમતી પંથ, સવારેઃ 11.00 કલાકે નૂતન ધ્વજારોહણ તેમજ સવારે ઃ 11.30 કલાકે મહાઆરતી અને ત્યારબાદ બપોરેઃ 12.30 કલાકે મહાપ્રસાદના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. શ્રી લુણંગ ગણેશ ઉત્સવઃ 2018માં અન્નકોટ તેમજ મહાપ્રસાદનો સહયોગ નારણભાઇ કારાભાઇ જોડ, સલાયાવાળાદ્વારા મળેલ છે. કુદરતી સા¦દર્ય ધરાવતાં એવા બરડા ડુંગરની તળેટીમાં જંગલ વિસ્તારમાં આવેલ સમસ્ય મહેશ્વરી સંપ્રદાયના શ્રી લુણંગ દેવના મંદિરના સ્થાનકે ધામિર્ ઉત્સવ દરમ્યાન કોઇને અગવડ ન પડેતે માટે ટ્રસ્ટ દ્વારા જનરેટર દ્વારા લાઇટ, પાણી, ભોજન, આરામ માટેની વ્યવસ્થા, બારમતી પંથના આયોજન માટેની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ ધામિર્ક ઉત્સવને સફળ બનાવવા માટે હોદેદારઆે રાણાભાઇ વારસાખિયા, કે.ડી. માતંગ, કાનજીભાઇ ફફલ, જયંત વારસાખિયા (એડવોકેટ), કે.ડી. જોડ, માલશીભાઇ ગોરડીયા, કિરણકુમાર ગડણ, ગાંગાભાઇ માતંગ, ગીરીશભાઇ માતંગ, નથુભાઇ પીગળસુર, બાબુભાઇ જોઢ, સતિષભાઇ સુંચા, સમિતિના સભ્યો, સમાજના મંડળો/ટ્રસ્ટો, પંચ ધર્મગુરૂઆે, મહારાજઆે અને આગેવાનો તન-મન-ધનથી સહયોગ આપી જહેમત ઉઠાવી રહયા છે. આ ધામિર્ક ઉત્સવમાં સમસ્ત મહેશ્વરી સંપ્રદાયના તમામ જ્ઞાતિજનો, ધર્મગુરૂઆે, મહારાજઆે તથા ધર્મપ્રેમી લોકોને ઉપિસ્થત રહેવા ટ્રસ્ટના પ્રમુખ રાણાભાઇ વારસાખિયા દ્વારા વાયક પાઠવવામાં આવે છે. તેમ મહામંત્રી જયંત વારસાખિયા (એડવોકેટ)ની યાદીમાં જણાવવામાં આવે છે.

Comments

comments

VOTING POLL