‘ઘોર કળિયુગ’: ત્રણ વર્ષની બાળકી સાથે કુકર્મ ગુજારનાર 12 વર્ષના બે ટાબરીયાની ધરપડક

July 22, 2019 at 2:12 pm


વર્તમાન મોબાઇલ યુગની અસર નાના બાળકો ઉપર કેવી થાય છે તેનો એક લાલબતી રૂપ કિસ્સો રાજકોટમાં જોવા હતો. કોઠારીયા સોલ્વન્ટ વિસ્તાની એક ત્રણ વર્ષની બાળકીને 12 વર્ષની ઉંમરના બે ટાબરીયાઆેએ હવસનો શિકાર બનાવી કુકર્મ ગુજાર્યાનું બહાર આવતા પોલીસે ગુનો નાેંધી બન્ને ટાબરીયાઆેને જુવેનાઇલ હોમમાં મોકલી દીધા છે.

સોશ્યલ મીડિયામાં બિભત્સ વીડિયોની અસર કેટલી હદે વધી છે તે બનાવ પરથી સ્પષ્ટ થાય છે. કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં રહેતા એક પરિવારની ત્રણ વર્ષની બાળકીને પેટ તથા નીચેના ભાગે દુઃખાવો થતાં માત-પિતાને શંકા જતાં બાળકીને આ અંગે પુછતા બાળકીએ વિગત જણાવતા માતા-પિતા ચાેંકી ઉઠયા હતાં.

બાળકીએ જણાવ્યું કે તે રમતી હતી ત્યારે પાડોશમાં રહેતા 12 વર્ષની ઉંમરના બન્ને ટાબરીયાઆે આેરડીમાં આવ્યા હતાં અને એક ભાઇએ ત્રણ વર્ષની બાળકીને પકડી રાખી જયારે બીજા ભાઇઆે તેના કપડાં ઉતારી બાળકી ઉપર કુકર્મ આચર્યું હતું. આ ઘટના અંગે ભોગ બનનાર બાળકીની માતાની ફરિયાદને આધારે 12 વર્ષના બન્ને ટાબરીયાઆે વિરૂધ્ધ ગુનો દાખલ કરી બન્નેની ધરપકડ કરી જુવેનાઇલ હોમમાં મોકલી આપ્યા છે. જયારે બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવી પડી હતી.

Comments

comments

VOTING POLL