ચંદ્રગ્રહણનો જોવા મળ્યો આવો અદભૂત નજારો

February 1, 2018 at 3:51 pm


બુધવારે વર્ષનાં પહેલાં ચંદ્રગ્રહણનો અદભૂત નજારો જોવા માટે દુનિયાભરના લોકો ઉમટી આવ્યાં. આ નજારો અનેક દેશમાં વિવિધ રીતે જોવા મળ્યો. ક્યાંક બ્લડમૂન ભયાનક લાગ્યો તો ક્યાંક સુપરમૂન એટલો સુંદર હતો કે જાણે ધરતી ઉપર જ ચંદ્ર ઉતરી આવ્યો હોય. આજે આ લેખમાં અમે તમને બતાવી રહ્યા છીએ દુનિયાના 20 દેશમાં બ્લડમૂન, સુપરમૂન અને બ્લૂમૂનનો અદભૂત નજારો….

ભારતમાં આ નજારો થોડીવાર પછી દેખાવાનો શરૂ થયો. પરંતું જ્યારે પૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળ્યું, ત્યારે લાખો લોકો આ ઘટનાના સાક્ષી બન્યાં. નોંધનીય છે કે ભારતમાં 35 વર્ષ પછી આવો સંયોગ બની રહ્યો છે જ્યારે બ્લૂ મૂન, બ્લડ મૂન અને સુપર મૂન એકસાથે જોવા મળ્યો. આ પૂર્ણ ચંદ્રગ્રહણ છે, એટલે આ દરમિયાન ચંદ્ર પૃથ્વીના પડછાયામાં થોડીવાર માટે ઢંકાઇ જાય છે. ચંદ્ર 30% વધારે ચમકદાર અને 14% વધારે મોટો પણ જોવા મળ્યો.

સુપર મૂન શું છે?
ચંદ્ર જ્યારે પોતાના સામાન્ય આકારથી વધારે મોટો જોવા મળે તો તેને સુપર મૂન કહેવાય છે. આ દરમિયાન ચંદ્ર પૃથ્વીની નજીક આવે છે. સુપર મૂનનો આકાર સામાન્યથી 10 થી 14 ટકા મોટો અને 30 ટકા વધારે ચમકદાર જોવા મળે છે. રાતના લગભગ 9.48 વાગે આ ચંદ્રગ્રહણ પૂર્ણ થયું.

શું હોય છે બ્લૂ મૂન?- અહીં બ્લૂનો અર્થ ચંદ્રના રંગથી નથી. જોકે, એક મહિનામાં જ્યારે બે પૂનમ આવે છે તો આ સ્થિતિને બ્લૂ મૂન કહેવાય છે. આ વર્ષે 2 જાન્યુઆરીના રોજ અને 31 જાન્યુઆરીના રોજ પૂનમ હતી. NASA પ્રમાણે, બ્લૂ મૂન દર અઢી વર્ષોમાં એકવાર જોવા મળે છે.

શું હોય છે બ્લડ મૂન?
બીએમ બિરલા સાઇન્સ સેન્ટરના ડાયરેક્ટર બીજી સિદ્ધાર્થે ન્યૂઝ એજન્સીને જણાવ્યું, ”જ્યારે ત્રણેય (સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર) એક લાઇનમાં હોય ત્યારે પૂર્ણ ચંદ્રગ્રહણ થાય છે. જોકે, આ દરમિયાન સૂર્યના થોડાં કિરણો પૃથ્વીના એટમોસ્ફેયરથી થઇને ચંદ્ર ઉપર પડે છે. આ દરમિયાન ચંદ્ર હળવો વાદળી અને લાલ રંગમાં ચમકે છે. થોડાં લોકો તેને બ્લડ મૂન પણ કહે છે.”

Comments

comments