ચંદ્રથી ૧૦ કિમીના અંતરે જ ઈઝરાયેલ યાન દુર્ઘટનાગ્રસ્ત

April 13, 2019 at 7:57 pm


ઈઝરાયેલની ખાનગી કંપનીના પ્રથમ ચંદ્ર અભિયાનને નિષ્ફળતા મળતા ઈઝરાયેલમાં વૈજ્ઞાનિકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. તેનું યાન બેરેસીટ ગુરૂવારના દિવસે ચંદ્રની સપાટી પર ઉતરવાના પ્રયાસમાં તૂટી પડ્યું હતું. મીડિયા રિપોર્ટ મુજબ આ દુનિયાભરમાં પ્રથમ ખાનગી ચંદ્ર અભિયાન હોવાની સાથે સાથે તેમાં કેટલીક નવી ટેકનોલોજીનો ઉપયોગ કરાયો હતો. ઈઝરાયેલી પ્રાઈવેટ કંપનીએ ૨૧મી ફેબ્રુઆરીના દિવસે યાન બેરેસીટને ચંદ્રની સપાટી પર ઉતરવા માટે મોકલ્યું હતું. આ અભિયાનમાં જા સફળતા મળી હોત તો ઈઝરાયેલ રશિયા, અમેરિકા અને ચીન બાદ ચંદ્ર પર યાન ઉતારનાર ચોથા દેશ તરીકે સફળ રહ્યું હોત. ઈઝરાયેલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીના અંતરિક્ષ વિભાગના અધિકારી ઓફેર ડોરોનનું કહેવું છે કે અમારૂ ચંદ્ર યાન સપાટી પર દુર્ઘટનાગ્રસ્ત થયું છે. અંતરિક્ષ યાન ટુકટે ટુકડા થઈને પોતાની ઉતરવાવાળી જગ્યા પર જ તૂટી પડ્યું હતું. એમ કહેવામાં આવે છે કે યાનના એÂન્જનમાં ટેકનિકલ સમસ્યા હોવાના કારણે તેના બ્રેકીંગ સિસ્ટમ ફેલ થઈ ગયા હતા. ચંદ્રની સપાટીથી આશરે ૧૦ કિલોમીટરના અંતે આ યાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. તેજ વખતે પૃથ્વીથી સંપર્ક તૂટી જતા ચંદ્રની સપાટી પર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ મિશનના પ્રમુખે કહ્યું છે કે દુર્ભાગ્યપૂર્વક અમે ચંદ્ર ઉપર ઉતરનાર ચોથા દેશ તરીકે બની શક્યા નથી. અમે ચંદ્રની નજીક પહોંચી ગયા હતા. અમે ફરીથી તપાસ કરીશું અને આમાં ખામી શું થઈ છે તેમાં તપાસ કરવામાં આવશે. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાનયાહુ દ્વારા પણ આ મિશન ઉપર નજર રાખવામાં આવી હતી. જાકે તેઓએ વૈજ્ઞાનિકોનો જુસ્સો વધારતા કહ્યું છે કે ઈઝરાયેલ ચંદ્ર પર ચોક્કસપણે જશે. પ્રથમ વખત નિષ્ફળતા મળ્યા બાદ ફરી પ્રયાસ કરવાની જરૂર છે. આગામી બે વર્ષમાં ચંદ્ર પર યાન ઉતારવામાં સફળતા મળશે.

Comments

comments