ચંદ્રયાન–૨ના લોન્ચિંગનું કાઉન્ટડાઉન શરૂ: ઇસરો રચશે ઇતિહાસ

July 14, 2019 at 11:41 am


પોતાના બીજા મિશન મુનની સાથે ભારત અંતરિક્ષમાં લાંબી છલાંગ ભરવા તૈયાર છે. આંધ્રપ્રદેશના શ્રી હરિકોટાના સીતશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી 15મી જુલાઇના રોજ વહેલી સવારે 2 વાગ્યે 51 મિનિટ પર ચંદ્રયાન-2 લોન્ચ થશે. લોન્ચના 52 દિવસ બાદ ચંદ્રયાન-2 ચાંદની સપાટી પર ઉતરશે. ભારતીય અંતરિક્ષ એજન્સી ઇસરો એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ આેર્ગેનાઇઝેશનનું આ ખૂબ જ મહત્વકાંક્ષી મિશન છે.
સોમવાર સવારે 2ઃ51 વાગ્યે ચંદ્રયાન-2ને ભારતના સૌથી શિક્તશાળી રોકેટ -3થી લોન્ચ કરાશે. લોિન્ચંગ બાદ ચંદ્રયાન પૃથ્વીની કક્ષામાં પહાેંચશે. 16 દિવસ સુધી આ પૃથ્વીની પરિક્રમા કરતાં ચાંદની તરફ આગળ વધશે. આ દરમ્યાન ચંદ્રયાનની વધુમાં વધુ ગતિ પ્રતિ સેકન્ડ 10 કિલોમીટર અને આેછામાં આેછી પ્રતિ કલાક 3 કિલોમીટર હશે.

16 દિવસ બાદ ચંદ્રયાન પૃથ્વીની કક્ષામાંથી બહાર નીકળશે. આ દરમ્યાન ચંદ્રયાન-2થી રોકેટ અલગ થઇ જશે. 5 દિવસ બાદ ચંદ્રયાન-2 ચાંદની કક્ષામાં પહાેંચશે. આ દરમ્યાન તેની ગતિ 10 કિલોમીટર પ્રતિ સેકન્ડ અને 4 કિલોમીટર પ્રતિ સેકન્ડ રહેશે. ચાંદાની કક્ષામાં પહાેંચ્યા બાદ ચંદ્રયાન ચંદ્રમાની ચારેબાજુ અને ગોળ-ગોળ ચક્કર લગાવતા તેની સપાટીની તરફ આગળ વધશે. ચંદ્રમાની કક્ષામાં 27 દિવસ સુધી ચક્કર લગાવતા ચંદ્રયાન તેની સપાટીની નજીક પહાેંચશે. આ દરમ્યાન તેની વધુમાં વધુમાં ગતિ પ્રતિ સેકન્ડ 10 કિલોમીટર અને આેછામાં આેછી સ્પીડ પ્રતિ સેકન્ડ 1 કિલોમીટર રહેશે.
ચાંદની સપાટીની નજીક પહાેંચ્યા બાદ ચંદ્રયાન ચાંદના દક્ષિણ ધ્રુવની સપાટી પર ઉતરશે. પરંતુ આ પ્રqક્રયામાં 4 દિવસ લાગશે. ચાંદની સપાટીની નજીક પહાેંચવા પર લેન્ડર (વિક્રમ) પોતાની કક્ષા બદલશે. પછી તે સપાટીની એ જગ્યાને સ્કેન કરશે જ્યાં તેને ઉતરવાનું છે. લેન્ડર આેબિર્ટરતી અલગ થઇ જશે અને અંતમાં ચંદ્રની સપાટી પર ઉતરશે.

લેન્ડિંગ બાદ લેન્ડર (વિક્રમ)નો દરવાજો ખુલશે અને તે રોવર (પ્રજ્ઞાન)ને રીલીઝ કરશે. રોવરને નીકળવામાં અંદાજે 4 કલાકનો સમય લાગશે. પછી તે વૈજ્ઞાનિક પરીક્ષણો માટે ચાંદની સપાટી પર નીકળી જશે. તેના 15 મિનિટની અંદર જ ઇસરોને લેન્ડિંગની તસવીરો મળવાનું શરુ થઇ જશે.
આમ અલગ-અલગ તબક્કાની અંતર્ગત લોિન્ચંગના 52 દિવસ બાદ (16+5+27+4) ચંદ્રયાન ચાંદની સપાટી પર પહાેંચી જશે. ચાંદની સપાટી પર પહાેંચ્યા બાદ લેન્ડર (વિક્રમ) અને રોવર (પ્રજ્ઞાન) 14 દિવસ સુધી એિક્ટવ રહેશે. રોવર આ દરમ્યાન 1 સેન્ટીમીટર/સેકન્ડની ગતિથી ચાંદની સપાટી પર ચાલશે અને તેના તત્વોનો અભ્યાસ કરશે અને તસવીરો મોકલશે. અહી 14 દિવસમાં કુલ 500 મીટર કવર કરશે. બીજીબાજુ આૅબિર્ટર ચંદ્રમાની કક્ષામાં 100 કિલોમીટરની Kચાઇ પર તેની પરિક્રમા કરતા રહેશે. આેબિર્ટર ત્યાં 1 વર્ષ સુધી એિક્ટવ રહેશે

Comments

comments