ચક્ષુદાન જનજાગૃતિ અંગે રેડક્રાેસ અને અંધત્વ નિવારણ સમિતિ દ્વારા રેલી યોજાઇ

August 27, 2018 at 12:41 pm


જુનીયર રેડક્રાેસનાં 500થી વધુ વિદ્યાથ}આે આ રેલીમાં જોડાયા

ઇન્ડિયન રેડક્રાેસ સોસાયટી તથા જિલ્લા અંધત્વ નિયત્રંણ સોસાયટી દ્વારા ચક્ષુદાન જનજાગૃિત્ત પખવાડીયાની ઉજવણી અંતર્ગત જનજાગૃતિ રેલી યોજાઇ ગઇ જેમાં 500 થી વધુ જૂનિયર રેડક્રાેસના કેડેટસ જોડાયા હતા.
સમગ્ર વિશ્વમાં 25 આેગષ્ટથી 8 સપ્ટેમ્બર દરમિયાન ચક્ષુદાન જનજાગૃતિ પખવાડીયાની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગ રૂપે ઇન્ડિયન રેડક્રાેસ સોસાયટી ભાવનગર જિલ્લા શાખા દ્વારા આ પખવાડીયા ઉજવણી અંતર્ગત જનજાગૃતિ રેલીનું આયોજન તા.25ના રોજ એ.વી.સ્કુલ ગ્રાઉન્ડ ભાવનગર ખાતેથી કરાયું હતું.
આ રેલીમાં વિવિધ શાળાના 500 થી વધુ જુનિયર રેડક્રાેસના કેડેટસ જોડાયા હતા. રેલીનું પ્રસ્થાન ડો.નિલેષભાઈ પારેખ (જિલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટી) તથા ડો. મિલનભાઈ દવે (ચેરમેન, ઇન્ડિયન રેડક્રાેસ સોસાયટી), સુમિતભાઈ ઠક્કર (વાઇસ ચેરમેન ઇન્ડિયન રેડક્રાેસ સોસાયટી), બકુલભાઈ ચાતુર્વેદી (કારોબારી સદસ્ય), રોહીતભાઈ ભંડેરી તથા ઉપિસ્થત શાળાઆેના કાઉન્સેલરો દ્વારા કરવામાં આવેલ.
રેલી શહેરના મુખ્ય માર્ગો એ.વી.સ્કુલના ગ્રાઉન્ડથી, હલુરીયા ચોક, હાઇકોર્ટ રોડ, રૂપમચોક, એમ.જી.રોડ, ખારગેઇટ, જલારામ મંદિર, મામાકોઠા રોડ, રેડક્રાેસભવન, થી પરત એ.વી.સ્કુલ ગ્રાઉન્ડ ખાતે રેલી પૂર્ણ કરવામાં આવી હતી. રેલીમાં ચક્ષુદાન જનજાગૃતિ માટેના સુત્રોચ્ચાર, બેનરો અને પત્રીકા દ્વારા જાહેર જનતા સુધી સંદેશો પહાેંચાડેલ. આ રેલીમાં ધનેશ મહેતા હાઇસ્કુલ, તેજસ્વી સ્કુલ ભાવનગર, પ્રણામી સ્કુલ ભાવનગર, એમ.વી.રાણા વિનય મંદિર, જગત જયોત સ્કુલ તથા સનાતન ધર્મ હાઇસ્કુલ ભાવનગરના વિદ્યાથ}આેએ સqક્રયતાથી ભાગ લીધો હતો.

Comments

comments

VOTING POLL