ચાર કિલો ચરસના જથ્થા પ્રકરણમાં આરોપીની જામીન અરજી રદ્દ

April 19, 2019 at 10:46 am


જામનગરના સુભાષ શાક માર્કેટ પાસે ચરસના જથ્થા સાથે અમદાવાદ નાર્કોટીકસ બ્યુરોની ટીમે સપ્લાયરને રંગેહાથ ઝડપી લીધા બાદ આ જથ્થો મંગાવનાર શખસની પણ પોલીસે ધરપકડ કરી હતી બાદમાં પકડાયેલા શખસે અદાલતમાં જામીન અરજી કરતા એડીશનલ સેશન જજ દ્વારા તેમની જામીન અરજી રદ્દ કરવામાં આવી હતી.
આ કેસની પ્રાપ્તી માહિતી મુજબ જામનગરની સુભાષ શાક માર્કેટ પાસે એક વ્યક્તિ ચરસની ડીલેવરી કરવા આવવા હોવાની માહિતી એનસીબી ઓફીસર્સને મળતા તેઓ દ્વારા આ અંગે ગુપ્ત રાહે વોચ ગોઠવવામાં આવી હતી જેમાં એનસીબીના સ્ટાફે અણ માંજરેકર નામના શખસને ઝડપી લીધો હતો અને તેની પાસેથી ચાર કિલો ચરસનો જથ્થો કબ્જે કર્યો હતો.
એનસીબીની પુછપરછમાં અણ માંજરેકરે આ જથ્થો જામનગરના મામદ અલીમામદને આપવાની બાબતો વર્ણવી હતી જેના પરથી એનસીબીની ટીમે મામદભાઇ અલીમામદને અટકાયત કરી આ બાબતની પુછપરછ કરી હતી જેમાં મામદ અલીમામદએ આ જથ્થો પોતે મગાવ્યા હોવાની કબુલાત આપી હતી આથી બન્ને શખસોની ધરપકડ કરી જેલ હવાલે કયર્િ હતાં.
દરમ્યાન મામદ અલીમામદએ જામીન ઉપર છુટવા અદાલતમાં અરજી કરતા અદાલતમાં બન્ને પક્ષોના વકીલો દ્વારા દલીલો અને રજુઆતો કરવામાં આવી હતી. જેમાં સરકાર પક્ષના વકિલ દ્વારા કરવામાં આવેલી દલીલોને ઘ્યાને લઇ એડીશનલ સેશન જજ ટી.વી. જોશીએ આરોપીની જામીન અરજી રદ કરી હતી, આ કેસમાં સરકાર તથા એનસીબીના પક્ષે એડીશનલ પી.પી. રાજેશ રાવલ રોકાયા હતાં.

Comments

comments