ચાર દિવાલ વચ્ચે દારૂ પીવાની છૂટ માંગતી રિટમાં હાઈકોર્ટની રાજ્ય સરકારને નોટિસ

February 23, 2019 at 11:43 am


વ્યવહારિક શરતો સાથે અંગત સ્થળો, ઘરની ચાર દીવાલોની અંદર દારુ પીવા અને રાખવાની મંજૂરી આપવાની દાદ માંગતી વિવિધ પિટિશનમાં હાઇકોર્ટના એિક્ટંગ ચીફ જસ્ટિસ અનંત એસ. દવે અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની ખંડપીઠે એડવોકેટ જનરલ કમલભાઇ ત્રિવેદીને નોટિસ પાઠવી ચાર સપ્તાહમાં જવાબ રજૂ કરવાનો આદેશ કર્યો છે. બીજી તરફ અરજીમાં જે કાયદાની જોગવાઇઆે પડકારવામાં આવી છે એ ગેરબંધારણીય હોવાના મામલે અરજદાર તરફથી ઉપસ્થિત સિનિયર એડવોકેટ પરસી કાવિનાને સ્પષ્ટતા કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ કેસની વધુ સુનાવણી 28મી માર્ચના રોજ મુકરર કરવામાં આવી છે.
ગુજરાત રાજ્યમાં અમલી દારુબંધીના કાયદાને ગેરબંધારણીય, ગેરવાજબી, મનસ્વી, ભેદભાવયુક્ત અને વર્ગવિગ્રહ કરાનારો જાહેર કરી તેને નાબૂદ કરવાની દાદ માગતી વિવિધ પિટિશન હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવી છે. આ રિટમાં એવા મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યાં હતાં કે,આલ્કોહોલ ફૂડ સેãટી અને સ્ટાન્ર્ડડ એક્ટ-2006 હેઠળ ફૂડની વ્યાખ્યામાં આવે છે. હાલમાં જ સુપ્રીમ કોર્ટે એક મહÒવપૂર્ણ ચુકાદામાં રાઇટ ટુ પ્રાઇવસી અને રાઇટ ટુ ચોઇસની વ્યાખ્યાની વિષદ છણાવટ કરી આપી છે. રાજ્યમાં અમલી નશાબંધીનો કાયદો બંધારણના આટિર્કલ 14 હેઠળના દરેક નાગરિકને મળેલાં સમાનતાના, આટિર્કલ 19 મુજબ અભિવ્યિક્તની સ્વતંત્રતાના અને આટિર્કલ 21 હેઠળ મળેલાં સન્માનપૂર્વક જીવન જીવવા, વ્યિક્તગત સ્વતંત્રતા અને નિજતા(પ્રાઇવસી)ના મૂળભૂત અધિકારોનો ભંગ કરે છે.’.
વધુમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે,આ કાયદો રાજ્યની હજારો વ્યિક્તઆેને સ્વાસ્થ્યની જાળવણી’ના નામે દારુ પીવા અને રાખવાની મંજૂરી આપે છે. સૈનિકો અને અન્ય સભ્યોને કોઇ પણ પ્રકારના પરવાના વિના આર્મી મેસ અથવા કેન્ટિનમાંથી વિદેશી દારુ પીવાની મંજૂરી આપે છે. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન્સમાં રહેતી વ્યિક્તઆેને પણ લિકર કાર્ડ’ અપાયા છે, જેથી તેઆે દારુ ખરીદીને તેનું સેવન કરી શકે. જ્યારે કે સમાજનો એક બહોળો વર્ગ છે જેને દારુ રાખવા કે પીવા માટેની કોઇ મંજૂરી નથી ઊલટાનું પ્રતિબંધ છે. તેથી દારુબંધીનો કાયદો વ્યિક્ત-વ્યિક્ત વચ્ચે ભેદભાવ ઊભું કરી બંધારણના આટિર્કલ 14 (સમાનતાના અધિકાર)નો ભંગ કરે છે. બીજી તરફ ફૂડની પસંદગી એ વ્યિક્તને કુદરતી રીતે જન્મજાત મળતી હોય છે. એક વ્યિક્તના વ્યિક્તત્વ અને તેની આેળખ ખાન-પાનની રીતભાતથી સ્પષ્ટ થાય છે. અભિવ્યિક્તની સ્વતંત્રતા લોકશાહી સમાજનો મજબૂત સ્તંભ છે. બંધારણના આટિર્કલ 19ની એરણે રાજ્યના દારુબંધીના કાયદાને ચકાસતાં સ્પષ્ટ થાય છે કે એ વ્યિક્તની વ્યિક્તગત નિર્ણયશિક્તનો નાશ કરી અભિવ્યિક્તની સ્વતંત્રતાનો ભંગ કરે છે. તે ઉપરાંત કોઇ પણ રાજ્ય દ્વારા જેતે વ્યિક્તએ શું ખાવું કે શું પીવું તેવા નિયંત્રણો કે પ્રતિબંધો લાદવામાં આવે તો એ સીધેસીધું બંધારણે બક્ષેલાં સન્માનપૂર્વક જીવન જીવવાના, વ્યિક્તગત સ્વાંતÔય અને મુક્તપણે ભારત દેશમાં ફરવા અને રહેવાનો અધિકાર આપતાં આટિર્કલ 21નો પણ ભંગ કરે છે.’.

Comments

comments