ચાર ધામની યાત્રા માટે 25 એપ્રિલથી રજિસ્ટ્રેશન શરૂ

April 18, 2019 at 11:24 am


25 એપ્રિલથી ઋષિકેશમાં ચાર ધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે. ગત વર્ષેની જેમ જ આ વર્ષે પણ ચાર ધામ યાત્રાનું ફોટોમેટ્રિક રજિસ્ટ્રેશન કરવાનું કામ ત્રિલોક સિક્યોરિટી સિસ્ટમ ઈન્ડિયાને સોંપવામાં આવ્યું છે. ચારધામ જવા માટે આ વર્ષે સૌથી પહેલાં ફોટોમટ્રિક રજિસ્ટ્રેશન કેન્દ્ર ઋષિકેશમાં ખુલશે.

બસ ટ્રાન્ઝીટ કમ્પાઉન્ડમાં આવેલા ફોટોમેટ્રિક રજિસ્ટ્રેશન કેન્દ્રમાં સાફ-સફાઈ અને રંગરોગાનનું કામ શ કરી દેવામાં આવ્યું છે. 25 એપ્રિલ પહેલા રજિસ્ટ્રેશન માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવશે. ઋષિકેશમાં આ માટે અંદાજે 17 કાઉન્ટર ખુલશે. તેમાં 15 કાઉન્ટર બસ ટ્રાન્ઝીટ કમ્પાઉન્ડ અને 2 કાઉન્ટર ગુરુદ્વારા શ્રી હેમકુંડ સાહિબમાં ખોલવામાં આવશે. ત્રલોક સિક્યારિટી સિસ્ટમ ઈન્ડિયા પ્રા.લિ.ના મેનેજરે જણાવ્યું કે આ વર્ષે સૌથી પહેલાં 25 એપ્રિલ સુધી ઋષિકેશમાં ફોટોમેટ્રિક રજિસ્ટ્રેશન કાઉન્ટરમાં રજિસ્ટ્રશનનું કામ શ કરવામાં આવશે.

Comments

comments