ચાર વર્ષનીથી સત્તા વિહોણી કોંગ્રેસના મહાઅધિવેશનમાં પહેલા જેવા ઠાઠ નહીં હોય!

March 12, 2018 at 11:03 am


કોંગ્રેસ પાર્ટીનું સૌથી મોટુ આયોજન પણ આર્થિક મંદીનું શિકાર બની રહ્યું છે. કોંગ્રેસ તેના મહાઅધિવેશનને ભલે ઐતિહાસિક બનાવવાનો દાવો કરે પરંતુ કેટલાક મામલાઓમાં તે ખરેખર ઐતિહાસિક બની રહેશે.

આયોજનની તૈયારી કરી રહેલી કોંગ્રેસે પાર્ટીના પ્રતિનિધિઓની રહેવાની વ્યવસ્થા અંગે પણ પીછેહઠ કરી છે. રાયમાં પાર્ટી ચાર વર્ષથી સતાથી દૂર છે અને હાલની વિધાનસભામાં તો કોંગ્રેસનો એકપણ સદસ્વ નથી ત્યારે કોંગ્રેસ તંગીમાં છે તે દેખાઈ રહ્યું છે.

રાહુલ ગાંધીના કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ પહેલીવાર કોંગ્રેસનું મહા અધિવેશન ૧૬થી ૧૮ માર્ચ વચ્ચે દિલ્હીમાં થઈ રહ્યું છે. બેઠકમાં ઔપચારિક રીતે રાહુલ ગાંધીના અધ્યક્ષસ્થાન પર મહોર લગાવવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે યજમાન રાયની પાર્ટીના સદસ્યોએ સમગ્ર ખર્ચ ભોગવવો પડશે. મહત્વનું છે કે, દિલ્હીના પ્રદેશ અધ્યક્ષ અજય માકન સ્વાગત કમિટીના પ્રમુખ છે.

જાતે જ કરે ખર્ચ

દિલ્હી પ્રદેશ કોંગ્રેસે ખર્ચના મામલે તંગીનો હવાલો આપતા સમગ્ર કાર્યક્રમના ખર્ચમાં કાપકુપ કરવાની વાત કરી છે. સાથે જ બહારથી આવતા પ્રતિનિધિઓના રહેવાનો ખર્ચ આપવાનો પણ ઈન્કાર કરી દીધો છે. આવનાર પ્રતિનિધિઓની સુવિધા માટે હોટલોની સુવિધા અને ભાડા વગેરેની જાણકારી એકત્રિત કરાઈ છે. પરંતુ તેનો ખર્ચ જે–તે પ્રતિનિધિએ પોતે જ ભોગવવો પડશે.

આયોજન કેમ ફીક્કુ

દિલ્હી કોંગ્રેસ સાથે જોડાયેલા નેતાઓના જણાવ્યા પ્રમાણે પાર્ટીની આર્થિક હાલત ખૂબ જ નબળી છે. તેનું કારણ પણ દેખીતું જ છે. લગભગ ચાર વર્ષથી દિલ્હીમાં કોંગ્રેસની સરકાર નથી. પાર્ટીની લોક ચાહના પણ દિલ્હીમાં પહેલા કરતા ઘટી રહી છે. જેને કારણે લોકો દ્રારા મળતા ફડં પણ ઓછા થઈ ગયા છે. પાર્ટીની હાલત એટલી ખરાબ ચે કે, પ્રદેશ કોંગ્રેસ કમિટીની ઓફિસ બનાવતા એક ઠેકેદારે પૈસા ન ચુકવવાકેસ કરી દીધો છે.

અગાઉ આવું હતું અધિવેશન

દિલ્હીમાં થયેલા ૨૦૧૦ના કોંગ્રેસ મહા અધિવેશનના સમયે દિલ્હીમાં શીલા દિક્ષિતની સરકાર હતી તે સમયે દિલ્હીના બુરાઠી ગ્રાઉન્ડમાં તેનુ ભવ્ય આયોજન કરાયું હતું તે સમયે બધા પ્રતિનિધિઓનું દિલ્હીની હોટલમાં રહેવાનો બંદોબસ્ત પણ કરાયો હતો.

મધ્યપ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ અરૂણ યાદવના જણાવ્યા પ્રમાણે મહા અધિવેશનની તૈયારીઓને લઈને પ્રતિનિધિઓ ખૂબ જ ઉત્સાહિત છે. જયાં સુધી તેમના રહેવાના બંદોબસ્તનો સવાલ છે તેની પણ તૈયારી કરાઈ રહી છે.

Comments

comments