ચાલુ વર્ષે શેરબજારમાં કડાકો છતાં અંબાણી, દામાણી અબજો કમાયા

December 5, 2018 at 10:47 am


ચાલુ કેલેન્ડર વર્ષ પહેલાં 11 મહિનામાં ટોચના 20માંથી 10 અબજપતિની સંપિત્તમાં 1થી 5 અબજ ડોલરનું ગાબડું નાેંધાયું છે ત્યારે ભારતના સૌથી ધનાઢય મુકેશ અંબાણી અને ડી-માર્ટના માલિક રાધાક્રિષ્ન દામાણીની સંપિત્તમાં અબજોનો ઉમેરો થયો છે. આેગસ્ટ પછીની વેચવાલીમાં અંબાણીની 2018ની સંપૂર્ણ કમાણી ધોવાઈ ગઈ હતી, પણ છેલ્લા એક મહિનામાં બજારની રિકરવી સાથે સિનિયર અંબાણીની સંપિત્તમાં ઉમેરો થયો છે.
રિલાયન્સનો શેર 26 આેકટોબરથી 12 ટકા વધ્યો છે. સમાન ગાળામાં સેન્સેકસમાં 8.6 ટકા સુધારો નાેંધાયો છે. બ્લૂમબર્ગ બિલિયનેર ઈન્ડેકસ મુજબ મુકેશ અંબાણીની સંપિત્ત હાલ 45.8 અબજ ડોલર થઈ છે, જે આેકટોબરના પ્રારંભે 40 અબજ ડોલર કરતાં આેછી હતી. જોકે, અંબાણીને હજુ આેગસ્ટના 50.7 અબજ ડોલરના સ્તરે પહાેંચવાનું બાકી છે.
રોઈટર્સના ડેટા અનુસાર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર 9 બ્રાેકરેજિસે ‘બાય’, પાંચ બ્રાેકરેજિસે ‘હોલ્ડ’ અને એક બ્રાેકરેજે ‘અંડરપરફોર્મ’ રેટિંગ આપ્યું છે. ચાર બ્રાેકિંગ કંપની શેર માટે ‘સેલ’ રેટિંગ ધરાવે છે.
26 આેકટોબર પછીના ગાળામાં અંબાણીની અન્ય લિસ્ટેડ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીયલ ઈન્ફ્રાસ્ટ્રકચરનો શેર 6.6 ટકા ઉછળ્યો છે. આગામી પાંચ વર્ષમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની કમાણીમાં 100 ટકા ઉછાળાનો અંદાજ છે. બ્લૂમબર્ગના ડેટા મુજબ મુકેશ અંબાણીની સંપિત્તમાં 2018માં 5.52 અબજ ડોલરનો ઉમેરો થાય છે. અન્ય મહારથી અને ડી-માર્ટના માલિક રાધાક્રિષ્ન દામાણીની સંપિત્તમાં પણ 26 આેકટોબરથી 21.5 ટકા ઉમેરાયા છે. એનાલિસ્ટ્રસના જણાવ્યા અનુસાર દામાણી નાની બાબતોમાં સતત સુધારો કરવાની ક્ષમતા ધરાવે છે. જોકે, ઉંચા વેલ્યુએશનને કારણે નિષ્ણાતો શેર માટે બુલિશ નથી. રાઈટર્સના ડેટા પ્રમાણે એક બ્રાેકરેજ શેર માટે ‘બાય’ ચાર બ્રાેકરેજિસ ‘આઉટપરફોર્મ’, છ બ્રાેકરેજિસ ‘અંડરપરફોર્મ’ એમ ત્રણ બ્રાેકરેજિસ ‘સેલ’ રેટિંગ ધરાવે છે.

Comments

comments

VOTING POLL