ચિત્રાનો શખ્સ સનેસ નજીકથી દારૂની ૪૯ બોટલ સાથે ઝબ્બે

May 25, 2019 at 2:52 pm


ભાવનગર હાઇવે પર સનેસ નજીકથી વેળાવદર (ભાલ) પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી બાઇક સવારને વિદેશી દારૂની ૪૯ બોટલ સાથે ઝડપી લીધો હતો. જયારે એક શખ્સ ફરાર થઇ જતાં તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
આ અંગે વેળાવદર પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ. આર.એચ.બાર તથા સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમી મળેલ કે એક કાળા કલરના મો.સા. ઉપર બે ઇસમ અધેલાઇથી સનેસ તરફ ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો ભરીને નીકળનાર છે જે આધારે સનેસ ખાતે વાહન ચેકીંગ કામગીરી હાથ ધરવામા આવી હતી. આ ચેકીંગ દરમ્યાન ઉપરોકત વર્ણનવાળુ મો.સા. નિકળતા તેને રોકવા જતા બન્ને ઇસમ ભાગવા લાગતા એક ઇસમ નાસી ગયેલ તેમજ એક ઇસમને ઝડપી નામઠામ પુછતા તેણે પોતાનું નામ સંતોષ જગદીશભાઇ બારૈયા (ઉં.વ.૧૯, રહે ચિત્રા મસ્તરામ બાપાના મંદિર પાછળ, ભાવનગર) હોવાનું જણાવતા તેની પાસે રહેલ બેગમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની ૧ લીટરની બેગ પાઇપર ડીલક્ષ વ્હીસ્કીની બોટલ નગં ૪૯ જે એક બોટલની કિંમત રૂા.૬૬૦ લેખે ગણી કુલ કિંમત રૂા.૩૨,૩૪૦ તથા એક હીરો સ્પ્લેન્ડર મો.સા. રજી નં.જી.જે. ૪ ડી.સી. ૦૪૪૨ની કિંમત રૂા.૩૦,૦૦૦ તથા એક એમ.આઇ. કંપનીનો મોબાઇલ કિંમત રૂા.૫,૦૦૦ તથા બે રેગજીનની બેગ નગં ૨ની કિંમત રૂા.૨૦ મળી કુલ રૂા.૬૭,૩૬૦ના મુદ્દામાલ સાથે મળી આવતા પોલીસે તેની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. જયારે આ ગુનામાં ફરાર ભાવેશ મનજીભાઇ સોલંકી (રહે.શીતળામાતાના મંદિર પાસે, મારૂતિનગર, ઘોઘા રોડ, ભાવનગર) સહિત બન્ને વિરૂદ્ધ પ્રોહી કલમ – ૬૫ એ.ઇ.૮૧, ૧૧૬ (બી), ૯૮ (ર) મુજબનો ગુનો રજી. કરી ધોરણસર કાર્યવાહી કરવામા આવેલ છે

Comments

comments

VOTING POLL