ચીકીથી મઘમઘતી બજારઃ સ્વાદરસિકો ખાય છે ડબલ રોસ્ટેડ અને આેછા ગળપણની ચીકી

November 29, 2018 at 4:45 pm


શિયાળો આવે અને ચીકી લાવે…રાજકોટની ચીકીનો સ્વાદ દેશ-વિદેશ સુધી ફેલાયેલો છે. એટલું જ નહી સોમનાથદાદાને પણ રાજકોટની રોસ્ટેડ સીગતલની ચીકી ભાવે છે. ઠંડીના ચમકારા સાથે બજારમાં પણ ચીકીની મહેક મધમધે છે. દિવાળીના તહેવાર બાદ ચીકીનું વેંચાણ ગરમી પકડે છે. જો કે આ વખતે હજુ સુધી જોઈએ તેવી ઠંડી પડી નથી તેમ છતા ચીકીની ખરીદી શરૂ થઈ ગઈ છે. સીગ, તલ, દાળીયા, ડ્રાયફ્રºટ, મિકસ ચીકી સાથે મમરા અને તલની લાડુળી, ખજુર પાક, ખજુર રોલ, તલની સાનીને રાજકોટવાસીઆે પેટભરીને આરોગે છે. આ વખતે ચીકી બજારમાં ડબલ રોસ્ટેડ સીગ અને તલની ચીકી સાથે આેછા ગોળ અને ખાંડની ચીકીની ડિમાંડ વધુ છે. તેવું જણાવતા 35 વર્ષ જુના ચીકીના વેપારી રાજેશ ચીકી વાળા પરિમલભાઈ પંડયાએ જણાવ્યું હતું કે હજુ ઠંડી બરાબર જામી નથી એટલે ચીકીના વેંચાણમાં પણ દર વર્ષની સરખામણીએ 15થી 20 ટકા જેટલી ઘટ છે. આ વખતે કાચો માલના ભાવ પણ બમણા થઈ ગયા છે. જેના કારણે ચીકીના ભાવમાં નહિવત અસર જોવા મળી છે. તેઆેએ જણાવ્યું હતું કે લોકો હેલ્થ કોન્સયન્સ પણ થયા હોવાથી સુગરફ્રી ચીકીની સાથે આેછા ખાંડ અને ગોળની ચીકી વધુ પસંદ કરે છે. આ વખતે ડબલ રોસ્ટેડ ચીકી જેમાં તલ, સીગ સહિતની સામગ્રીને બે-બે વખત રોસ્ટેડ કરવામાં આવે છે. જેના કારણે તે ખાવામાં વધુ સ્વાદિષ્ટ લાગે છે. આવી ડબલ રોસ્ટેડ ચીકીની માંગ વધુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઘણા વર્ષોથી સોમનાથદાદાને પણ રાજકોટની ચીકી ધરાવવામાં આવે છે. તો ગણેશજી, ઠાકોરજીના અન્નકોટમાં પણ રાજકોટની ચીકી ધરાવવામાં આવે છે.

Comments

comments

VOTING POLL