ચીનની કંપની અલીબાબા મુકેશ અંબાણીની રિલાયન્સ રિટેઇલમાં પાંચ અબજ ડોલર રોકશે

August 21, 2018 at 11:12 am


ઇ-કોમર્સ ક્ષેત્રમાં પોતાનો પગદંડો જમાવવા માટે અને લાંબા કરવા માટે પ્રયત્નશીલ મુકેશ અંબાણીની રિલાયન્સ કંપ્ની હવે વિશ્ર્વના ટોચના ઓનલાઈન રિટેઈલ કંપની ગણાતા અલીબાબા સાથે ગઠબંધન કરી શકે છે તેવા સંકેત મળ્યા છે.
રિલાયન્સ રિટેઈલમાં ચીનની કંપ્ની અલીબાબા પાંચ અબજ ડોલરનું રોકાણ કરી શકે છે તેવી પણ શકયતા છે. જો આ કરાર થઈ જાય તો તે ફલીપકાર્ટ અને વોલમાર્ટના થયેલા સોદા બાદ ભારતના ઓનલાઈન શોપીંગ બજારમાં સૌથી મોટો સોદો હશે અને ભારતના ઓનલાઈન શોપીંગ માર્કેટમાં જોરદાર સ્પધર્િ થશે અને નાના ખેલાડીઓ સાફ થઈ જશે તેવો પણ ખતરો રહેલો છે.
રિપોર્ટ મુજબ અલીબાબા રિલાયન્સ રિટેઈલમાં 5થી 6 અબજ ડોલરના રોકાણ સાથે 50 ટકા જેટલી ભાગીદારી કરી શકે છે અને આ માટે વાતચીત ચાલી રહી છે. ફલીકપાર્ટ અને એમ.એ.ઝોનને ટકકર આપી શકાય એ માટે આ બન્ને મહારથીઓ હાથ મિલાવવાના છે. અલીબાબાના કાર્યકારી પ્રમુખ જેકમા અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ મુકેશ અંબાણી વચ્ચે જુલાઈના અંતમાં આ અંગે બેઠક થઈ હતી અને ચચર્િ થઈ હતી અને આ સોદો થઈ જશે તેમ માનવામાં આવે છે અને જો આ સોદો થશે તો ભારતના ઓનલાઈન શોપીંગ માર્કેટમાં એક ક્રાંતિ આવશે અને સ્પધર્િ પણ ભયંકર બની જશે. જો કે તેમાં નાના ખેલાડીઓનો સોથ વળી જશે.

Comments

comments

VOTING POLL