ચીનની જેમ ભારત સાથે વેપારયુદ્ધ કરવાની ફિરાકમાં અમેરિકા

April 14, 2018 at 11:08 am


ચીનના અનેક ઉત્પાદનો પર આયાત ડયૂટી લગાવ્યા બાદ અમેરિકા ભારત વિરુદ્ધ વેપાર યુદ્ધ છેડે તેવી સંભાવના છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેક્સ વગર અમેરિકી બજારમાં વેચાતાં 3500 ભારતીય ઉત્પાદનોની સમીક્ષા કરવાનો નિર્ણય લીધો છે.
અમેરિકા આ ઉત્પાદનો પર આયાત ડયૂટી લગાવે તેવી શક્યતા છે. અમેરિકાએ જનરલાઈઝડ સિસ્ટમ ઓફ પ્રફ્રેન્સેસ (જીએસપી) યાદી હેઠળ ભારતને મળનારા લાભની સમીક્ષાનો નિર્ણય કર્યો છે. આમાં એવા ઉત્પાદન સામેલ છે જેના ઉપર શૂન્ય અથવા નગણ્ય ટેક્સ લાગે છે.
વિકાસશીલ દેશોની વાત કરવામાં આવે તો ભારત જીએસપીનો સૌથી મોટો લાભાર્થી દેશ છે. તેના 5.6 અબજ ડોલરના 3500 ઉત્પાદનોને અમેરિકી બજાર સુધી કરમુક્ત પહોંચ મળી છે. અમેરિકા ભારત સાથે ઈન્ડોનેશિયા અને કઝાકિસ્તાનને પણ મળેલી છૂટ પર પુનર્વિચાર કરી રહ્યું છે. ટ્રમ્પ તંત્ર ઘરેલુ બજાર અને કંપ્નીઓને લાભ આપવા માટે નવી રીતે જીએસપી હેઠળ આવનારા દેશોની યાદી તૈયાર કરી રહ્યું છે અને આ સમીક્ષા 22 એપ્રિલથી શ થશે. અમેરિકી વાણિજ્ય વિભાગના ઉપપ્રમુખ જેફ્રી ગેરિશે કહ્યું કે ટ્રમ્પ સરકાર નક્કી કરશે કે જીએસપીના લાભાર્થી દેશ અમેરિકી વ્યાપારિક હિતોની પણ રક્ષા કરે.

Comments

comments