ચીનમાં હોટેલમાં જમવાનું બિલ જોઈ લોકો થયા હેરાન પરેશાન…

November 27, 2019 at 10:18 am


Spread the love

સોશીયલ મીડિયા પર છેલ્લા ઘણા સમયથી હોટેલના વધતા જતા ભાવને લઇ ચર્ચાઓ જાગી છે. ત્યારે વધતા ભાવનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ચીનમાં આવેલી એક હોટેલમાં 8 લોકોનાં ડિનરનાં 4,18,245 યુઆન એટલે કે ભારતીય રૂપિયા મુજબ 44 લાખ 26 હજારથી પણ વધારેનું બિલ થોપી દેવામાં આવ્યું હતું એમાં પણ આ બિલની સૌથી રસપ્રદ વાત એ છે કે, આમાં ફક્ત 20 ફૂડ આઈટમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે ફક્ત 20 રીતનાં વ્યંજનનાં 44 લાખ રૂપિયા ચૂકવવા પડે તો તે બહુ જ મોટી વાત છે. ચીનની આ મોંઘી દાટ હોટેલ નું નામ શાંઘાઈ છે. આ હોટેલમાં દુબઈથી આવેલા 8 પયર્ટકો ત્યાં ડિનર લેવા ગયા હતા. જ્યાં તેઓને આટલું ધરખમ બિલ ચૂકવવું પડતું હતું. શરૂઆતમાં તો હોટલનાં કર્મચારીઓએ આ બિલને સંદતર રીતે નકલી બતાવ્યું છે. પરંતુ રેસ્ટોરન્ટનાં માલિક અને ચીફ શેફ ઝાઓગુઓની વાત માનીએ તો તેમણે જણાવ્યું કે, આ બિલ અસલી છે.