ચીની પ્રમુખના સ્વાગતની અંતિમ તૈયારીઆે જારી છ

October 9, 2019 at 7:58 pm


ચીની પ્રમુખ શી જિંગિંપગ શુક્રવારના દિવસે ચેન્નાઈ પહાેંચી રહ્યાા છે. આને લઇને ચેન્નાઇમાં તડામાર તૈયારીઆે ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મમલાપુરમ ખાતે જિંગિંપગ દ્વિપક્ષીય મંત્રણાઆે યોજનાર છે. મોદી-જિંગિંપગ વચ્ચે મંત્રણા આડે બે દિવસનાે સમય રહ્યાાે છે ત્યારે આ વિસ્તારમાં તૈયારીઆે જોરદારરીતે ચાલી રહી છે. મમલાપુરમ ખાતે આખરીઆેપ તમામ વિસ્તારને આપવા કારિગરો લાગેલા છે. અહીં મ્યુનિસિપલ કમીૅઆે સાફ સફાઈમાં લાગેલા છે. બીજી બાજુ અન્ય વર્કરો કામચલાઉ માળખાકીય સુવિધા વિકસિત કરી રહ્યાા છે. તમામનું ધ્યાન ખેંચાય તે રીતે પ્રયાસ થઇ રહ્યાા છે. બીજી બાજુ મંદિરો અને અન્ય સ્મારકો ખાતે પ્રવાસીઆેની એન્ટ્રી રોકી દેવામાં આવી છે. મંદિર નજીક દુકાનાેને બંધ રાખવામાં આવી છે. પહેલી આેક્ટોબરથી આસપાસની દુકાનાેને બંધ કરવામાં આવી હતી. એક દુકાનદારે નામ જાહેર નહીં કરવાની શરતે કહ્યું છે કે, જિલ્લા કલેક્ટરે બેઠક યોજી છે. બે સપ્તાહ માટે બિઝનેસને બંધ કરવા માટે કહેવામાં આવ્યું છે. સેંકડો વિદ્યાથીૅઆે અને ડાન્સરો ચીની પ્રમુખ માટે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમને લઇને રિહસૅલમાં લાગેલા છે. બંગાળના અખાત પર નેવી અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. સુરક્ષાને વધારવા જહાજોની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. દરિયાકાંઠા ઉપર સુરક્ષા પણ તીવ્ર કરી દેવામાં આવી છે. બીચ સાઇડ રિસાેર્ટ ઉપર આ તમામ બેઠકો શરૂ થનાર છે. મોદી અને જિંગિંપગ વચ્ચે અનેક વખત બેઠક યોજાનાર છે. તમિળનાડુ પાેલીસના 800 પાેલીસ જવાનાે ટ્રાફિકની કામગીરીમાં લાગી ચુક્યા છે. આઈટીસી ગ્રાન્ડ હોટલમાંથી સુવિધા વધારવામાં આવી રહી છે. ચીની પ્રતિનિધિમંડળ મમલાપુરમ ખાતે રોકાનાર છે.

Comments

comments