ચીની સેના દ્વારા ઓગસ્ટમાં ત્રણ વાર ભારતમાં ઘૂસણખોરી

September 12, 2018 at 10:48 am


ચીન દ્વારા ભારતની સીમાની અંદર ઘૂસણખોરી જાણી જોઈને કરવાનો સિલસિલો ચાલું જ રાખવામાં આવ્યો છે અને હવે એવો નવો ધડાકો થયો છે કે ઓગસ્ટ માસમાં ચીનની સેનાએ ત્રણ વખત ભારતીય સીમાની અંદર આવીને ઘૂસણખોરી કરી હતી. સેન્ટ્રલ સેક્ટર ગણશતાં ઉત્તરાખંડ તરફથી એમણે પ્રવેશ કર્યો હતો કે પૂર્વ લદ્દાખમાં થઈને એમણે ઘૂસણખોરી કરી હતી.
લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલને ઓળંગીને ચીની સેના અંદર સુધી આવી ગઈ હતી અને તેમણે ચાર-પાંચ ટેન્ટ પણ બનાવી લીધા હતા. એએનઆઈના રિપોર્ટ મુજબ વણઝારાના પમાં ચીનની સેનાના સૈનિકો અંદર ઘૂસી આવ્યા હતા અને ટેન્ટ બનાવી લીધા હતા. ઓગસ્ટ માસમાં એમણે આ રીતે ત્રણ વખત ઘૂસણખોરી સફળતાપૂર્વક પાર પાડી હતી અને આપણા સૈનિકો એમને ઓળખી શક્યા ન હતા. આમ ચીન દ્વારા ભારતીય સીમાની અંદર ઘૂસણખોરી અને જાસૂસી ચાલુ જ રાખવામાં આવી છે અને મોદી સરકાર ફીફા ખાંડી રહી છે.

Comments

comments

VOTING POLL