ચીને પણ પાક.નો સાથ છોડયોઃ કહ્યું, કાશ્મીર દ્વિપક્ષિય મુદ્દાે

October 9, 2019 at 10:51 am


રાષ્ટ્રપતિ શી ઝિનપિંગનાં ભારત પ્રવાસથી પહેલા ચીને કાશ્મીર મુદ્દા પર મહત્વનું નિવેદન આપ્યું છે. કાશ્મીર મુદ્દા પર પાકિસ્તાનનાં સૂરમાં સૂર મળાવનારા ચીનનાં સૂરમાં બદલાવ આવી રહ્યાે છે. ચીનનાં વિદેશ મંત્રાલયનાં પ્રવક્તાએ મીડિયા બ્રિફિ»ગમાં કહ્યું કે, કાશ્મીર મુદ્દાે દ્વિપક્ષીય વાતચીતથી ઉકેલાવો જોઇએ. પ્રવક્તાએ આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર અને સુરક્ષા પરિષદનાં પ્રસ્તાવોનો કોઈ ઉલ્લેખ કર્યો નહી.
ખાસ વાત એ છે કે કાશ્મીર પર ચીનનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઇમરાન ખાન કાશ્મીર મુદ્દા પર ખોટા પ્રચાર એજન્ડા અંતર્ગત ચીન પહાેંચ્યા છે. ઇમરાન ખાન ચીન-પાકિસ્તાન ઉપરાંત આર્થિક સ્થિતિને લઇને પણ ચર્ચા કરશે.
ચીનનાં વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા ગેંગ શુઆંગને મીડિયા બ્રીફિ»ગ દરમિયાન ભારત પ્રવાસ પહેલા તેમને ઇમરાન ખાનની ચીન યાત્રા વિશે પ્રશ્ન પુછવામાં આવ્યા. ઇમરાન ખાનની ચીની નેતાઆે સાથેની વાતચીતમાં શું કાશ્મીર મુદ્દાે પણ સામેલ હશેં આ પ્રશ્ન પર પ્રવક્તાએ કહ્યું કે, કાશ્મીર મુદ્દાે ભારત અને પાકિસ્તાને મળીને ઉકેલવો જોઇએ. શેંગે કહ્યું કે, તો તમે કાશ્મીર મુદ્દે ધ્યાન આપી રહ્યા છો, રાઇટં કાશ્મીર મુદ્દે ચીનનું વલણ સ્પષ્ટ છે અને તે આના પર હંમેશા અડગ છે. અમે ભારત અને પાકિસ્તાનથી કાશ્મીર મુદ્દા સહિત તમામ મુદ્દાઆે પર વાતચીત કરવા અને પારસ્પરિક વિશ્વાસ વધારવાની અપીલ કરીએ છીએ. આ બંને દેશો અને વિશ્વની સમાન આકાંક્ષાઆેનાં હિતમાં છે.
ચીનનાં વિદેશ મંત્રાલયનાં પ્રવક્તાનું આ નિવેદન કાશ્મીર પર બેઇઝિંગનાં જુના નિવેદનોથી અલગ છે. આટિર્કલ 370 અંતર્ગત જમ્મુ-કાશ્મીરને મળેલા વિશેષ દરંાને પરત લીધા બાદ પહેલી પ્રતિqક્રયામાં ચીનનાં વિદેશ મંત્રાલયે 6 આૅગષ્ટનાં 2 નિવેદનો જાહેર કર્યા હતા. એક નિવેદનમાં ચીને લદ્દાખને અલગ કરીને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવા પર ભારતનાં નિર્ણયનો વિરોધ કર્યો હતો. ચીન લદ્દાખ પર પોતાનો દાવો કરતુ રહ્યું છે. બીજા નિવેદનમાં ચીને ભારત અને પાકિસ્તાનથી કાશ્મીર મુદ્દાને વાતચીતથી શાંતિપૂર્ણ રીતે ઉકેલવા અપીલ કરી હતી.
ત્યારબાદ જ્યારે પાકિસ્તાનનાં વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશી બેઇજિંગ પહાેંચ્યો તો ચીને કાશ્મીર મુદ્દાને લઇને પોતાના નિવેદનમાં સંયુક્ત રાષ્ટ્રનાં પ્રસ્તાવોનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારે ચીનનાં વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું હતુ કે, આને (કાશ્મીર) યૂએન ચાર્ટર, યૂએન સિક્યોરિટી કાઉિન્સલનાં સંબંધિત પ્રસ્તાવો અનુરુપ ઉચિત અને શાંતિપૂર્ણ રીતે દ્વિપક્ષીય સહમિતથી હલ કરવો જોઇએ.

પાકમાં ઈમરાન સામે વિરોધ વ્યાપક બન્યાે, ખુરશી જોખમમાં
આર્થિક અને રાજદ્વારી મોરચા પર સતત નિષ્ફળ રહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાન ની મુશ્કેલીઆે હવે દિન-પ્રતિદિન વધી રહી છે. ઇમરાન ખાન સામે પાકિસ્તાનની અંદર વિરોધ હવે વ્યાપક બનતો જાય છે અને સેના પણ ઈમરાન ખાનના કામમાં સીધી જ દખલગીરી કરી રહી છે. ચૂંટણીમાં ઇમરાન ખાને જે વાયદા કર્યા હતા તેમાંથી એક પણ પૂરું થયું નથી અને પાકિસ્તાનનુ અર્થ તંત્ર સતત ખાડે જઈ રહ્યું છે. હવે લોકો એમને સવાલ કરવા લાગ્યા છે કે નવું પાકિસ્તાન બનાવવાની તમે જ વાત કરી હતી તે ક્યાં છે આ વાયદો કરીને જ તેઆે સત્તામાં આવ્યા હતા. ઇમરાન ખાન અને એમના પ્રવક્તા એમ કહ્યું છે કે લોકોએ ધીરજ રાખવી પડશે અને ઉતાવળ કરવાથી બાજી બગડી શકે એમ છે. સરકાર બન્યાને હજુ 13 મહિના જેટલો સમય થયો છે અત્યારે ફેરફાર થતાં સમય લાગશે તેમ પ્રવક્તાએ કહ્યું છે પરંતુ લોકો આ વાત સાથે સહમત થતા નથી અને ઇમરાન ખાન સામે વિરોધ વ્યાપક બની રહ્યાે છે અને આ બધું જોતા એવું લાગે છે કે એમની ખુરશી જોખમમાં છે. પાકિસ્તાનના અર્થતંત્રને સુધારવા ને બદલે ઇમરાન ખાનની સરકારે વધુ બગાડી નાખ્યું છે તેવો આરોપ વિરોધ પક્ષના નેતાઆે અને આમ જનતા કરી રહ્યા છે સાથોસાથ પાકિસ્તાનની સેના પણ ઇમરાનખાન થી હવે આડી ફાટી છે અને સેના કંઈક નવાજૂની કરવાના મૂડમાં દેખાય છે. પાકિસ્તાનમાં ચિત્ર એવું રહ્યું છે કે તેની સેના માલામાલ છે અને જનતા કંગાલ છે. ગરીબી અને ભૂખમરા યે દેશને આટો લીધો છે પાકિસ્તાની સેના ના લોકો રિયલ એસ્ટેટના કારોબારમાં પણ પડéા છે અને સિમેન્ટ સુગર મીલ અનાજ કપડાં જેવા ઉદ્યાેગો ચલાવી રહ્યા છે બીજી બાજુ જનતા દીન પ્રતિદિન બેહાલ થઈ રહી છે.

Comments

comments