ચીન, ભારત અને પાકિસ્તાન અણુ હથિયારો વિકસાવવાની હોડમાં આગળ

June 19, 2018 at 10:57 am


એશિયાની ત્રણ મોટી સૈન્ય શક્તિઓ ચીન, ભારત, અને પાકિસ્તાને છેલ્લાં એક વર્ષમાં પોતાના પરમાણુ હથિયારોના જખીરામાં વધારો કર્યો છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ (સીપરી)ના તાજા રિપોર્ટ અનુસાર એશિયાના આ ત્રણેય દેશોએ માત્ર પોતાના ન્યુક્લિઅર વેપ્ન ડિલિવરી સિસ્ટમને પુખ્તા કરી નથી પરંતુ પોતાના પરમાણુ હથિયારોની સંખ્યા પણ વધારી છે. આ દેશોમાં હવે ઉન્નત અને નાના પરમાણુ હથિયારોના વિકાસ પર જોર આપી રહી છે. પરમાણુ હથિયારોની કુલ સંખ્યાના કેસમાં પાકિસ્તાન હજુ પણ ભારતથી આગળ છે.
સીપરીના મતે એશિયા મહાદ્વીપમાં આ ઝડપથી એવા સમય પર આવ્યા છે જ્યારે પશ્ચિમી દેશોમાં પરમાણુ હથિયારોને લઇ સ્થિરતા છે. સોમવારના રોજ રજૂ કરાયેલા વાર્ષિક રિપોર્ટમાં કહ્યું છે કે ચીનના પરમાણુ હથિયારોની સંખ્યા આ વર્ષે વધીને 280 થઇ ગઇ છે. જે ગયા વર્ષે 270 હતી. આપ્ને જણાવી દઇએ કે ચીને ગયા વર્ષે પોતાની સેના પર 228 અબજ ડોલર ખર્ચ કયર્િ હતા જે અમેરિકાના 610 અબજ ડોલર બાદ સૌથી વધુ છે.
રિપોર્ટમાં કહ્યું છે કે બે દુશ્મન રાષ્ટ્રો ભારત અને પાકિસ્તાને ગયા વર્ષે પોતાના પરમાણુ હથિયારોની સંખ્યામાં વધારો કર્યો છે. આ બંને દેશોએ પરમાણુ હથિયારો માટે જમીન, હવા, તથા સમુદ્રમાંથી છોડાતી મિસાઇલોનો વિકાસ તેજ કરી દીધો છે. ભારત અને પાકિસ્તાને છેલ્લાં એક વર્ષમાં પોતાના જખીરા(ઢગલા)માં 10-10 પરમાણુ હથિયાર વધારી દીધા છે.
સીપરીના મતે ભારતની પાસે અત્યારે 130 થી 140 અને પાકિસ્તાન પાસે 140 થી 150 પરમાણુ હથિયાર છે. જો કે કોઇપણ પરમાણુ હથિયાર મિસાઇલોમાં લગાવામાં આવતી નથી. ઉલ્લેખનીય છે કે ભારત પહેલાં પરમાણુ હથિયારનો ઉપયોગ કરવાની નીતિનું પાલન કરે છે. આ બધાથી ઉલટું અન્ય પરમાણુ હથિયાર સંપન્ન રાષ્ટ્રોએ કા તો વારહેડની સંખ્યા ઘટાડી છે અથવા તેમણે સ્થિર રાખી છે. અમેરિકાએ પોતાન પરમાણુ હથિયારોની સંખ્યા 6800થી ઘટાડી 6480 કરી દીધી છે.

Comments

comments

VOTING POLL