ચીફ જસ્ટિસ ઉત્તરપ્રદેશના મુખ્ય સચિવ અને ડીજીપીને મળશે

November 8, 2019 at 4:50 pm


સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ આરકે તિવારી, ડીજીપી આેમપ્રકાશ સિંહ સહિત ઘણાં સીનિયર આેફિસર્સને મળશે. માનવામાં આવે છે કે, ચીફ જસ્ટિસ અયોધ્યા કેસમાં નિર્ણય આવતા પહેલા તૈયારીઆે વિશે માહિતી મેળવશે.
અયોધ્યા જિલ્લાને ચાર ઝોન- રેડ, યલો, ગ્રીન અને બ્લૂમાં વહેંચવામાં આવ્યા છે. તેમાં 48 સેક્ટર બનાવવામાં આવ્યા છે. વિવાદિત પરિસર રેડ ઝોનમાં આવેલું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે સુરક્ષા યોજના એ રીતે બનાવવામાં આવી રહી છે કે, એક આદેશથી સમગ્ર અયોધ્યાને સીલ કરી શકાય. પ્રશાસને નિર્ણયનો સમય નજીક આવતા અર્ધ સૈન્ય બળોની વધારે 100 કંપનીઆેની માંગણી કરી છે. આ પહેલાં દીપોત્સવ પર સેનાની 47 કંપનીઆે અહી પહાેંચી હતી અને તે અત્યારે પણ તહેનાત છે.

અયોધ્યા પોલીસે સોશિયલ મીડિયા ઉપર કોઈ પણ પ્રકારના દુષ્પ્રચાર અથવા કોઈ પણ સંપ્રદાય વિરુÙ ભડકાઉ કન્ટેન્ટના પ્રસાર પર નજર રાખવા માટે જિલ્લાના 1600 સ્થાન પર 16 હજાર વોલિયન્ટર્સ તહેનાત કર્યા છે. પ્રાેબ્લેમ્સ રોકવા માટે શંકાસ્પદ 3000 લોકોને નજર હેઠળ રાખવામાં આવ્યા છે.
અયોધ્યાના ડીએમ અનુજ કુમારે કહ્યું છે કે, પ્રશાસનની તૈયારીઆે પૂરી થઈ ગઈ છે. જોકે નિર્ણયને ધ્યાનમાં રાખીને વિવાદિત જગ્યાની આસપાસ રહેતા લોકો ઘરમાં કરિયાણુ પણ જમા કરી રહ્યા છે. જોકે તેમને વિશ્વાસ અપાવવામાં આવ્યો છે કે, સામાન્ય જીવન પર કોઈ અસર નહી થાય. નિર્ણય આવ્યા પછી સ્કૂલો ક્યારથી ચાલુ થશે તે વિશે પણ વાતચીત કરી લેવામાં આવી છે. અયોધ્યા વિશે નિર્ણયને ધ્યાનમાં રાખીને રેલ પોલીસે પણ એક એડ્વાઈઝરી જાહેર કરી છે. દરેક ઝોન કાર્યાલયને મોકલવામાં આવેલા 7 પેજના દસ્તાવેજમાં લેટફોર્મ, સ્ટેશન અને યાર્ડ પર ખાસ નજર રાખવાનું કહેવામાં આવ્યું છે. તે સાથે જ હિંસાની દ્રષ્ટીથી સંવેદનશીલ અને એવા સ્થળોની આેળખ કરવાનું કહેવામાં આવ્યું છે કે, અસામાજિક તત્વો વિસ્ફોટકો છુપાવી શકે છે. ભીડવાળા વિસ્તારમાં 78 સ્ટેશન પર સુરક્ષા વધારવાનું કહેવામાં આવ્યું છે.
જેમાં મુંબઈ, દિલ્હી, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશના સ્ટેશન સામેલ છે. તે સાથે જ રેલવે સ્ટેશન અને આસપાસના ધામિર્ક સ્થાન પર ખાસ નજર રાખવાનું પણ કહેવામાં આવ્યું છે. આરપીએફએ તેમના દરેક કર્મચારીઆેની રજા રદ કરી દીધી છે અને અયોધ્યા પર નિર્ણય આવતા પહેલાં રેલગાડીઆેમાં પણ વધારીની ફોર્સ તહેનાત કરવાની વાત કરી છે.

Comments

comments