ચીફ જસ્ટિસ ગોગોઈ સામેની તપાસ જસ્ટિસ બોબડે કરશે

April 24, 2019 at 10:47 am


ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા રંજન ગોગોઈ પર લાગેલા યૌન ઉત્પીડનના આરોપોની તપાસ હવે જસ્ટિસ એસ એ બોબડે કરશે. ઉલ્લેખનીય છે કે, બોબડે સીજેઆઈ બાદ સુપ્રીમ કોર્ટમાં સૌથી સિનિયર જજ છે. આ સંબંધમાં જ્યારે જસ્ટિસ બોબડેનો સંપર્ક કરવામાં આવ્યો તો તેઓએ આ વાતની પુષ્ટિ કરી. તેઓએ કહ્યું કે સુપ્રીમ કોર્ટમાં સીજેઆઈ બાદ સિનિયર હોવાના કારણે સીજેઆઈએ જાતે તેમને યૌન ઉત્પીડનના આરોપીની તપાસ કરવા માટે કહ્યું છે.

જસ્ટિસ બોબડેએ કહ્યું કે તેઓએ આ નિર્ણય લીધો છે કે તેઓ આ મામલાની તપાસ માટે સુપ્રીમ કોર્ટના જ બે જજોની એક પેનલ બનાવશે. આ પેનલમાં જસ્ટિસ એનવી રમના અને જસ્ટિસ ઈન્દિરા બેનજીર્ હશે. આ બંને જજોની પસંદગી વિશે જસ્ટિસ બોબડેએ કહ્યું કે જસ્ટિસ રમનાની પસંદગી એટલા માટે કરવામાં આવી છે તેઓ સિનિયોરિટીમાં સીજેઆઈ અને મારા બાદ ત્રીજા સ્થાને છે. બીજી તરફ જસ્ટિસ બેનજીર્ એક મહિલા જજ છે.

જસ્ટિસ બોબડેએ કહ્યું કે મામલામાં આરોપ મૂકનારી મહિલાને નોટિસ મોકલવામાં આવી છે. મામલાની પહેલી સુનાવણી શુક્રવારે કરવામાં આવશે અને સુપ્રીમ કોર્ટના સેક્રેટરી જનરલને પણ તમામ દસ્તાવેજોની સાથે ઉપસ્થિત રહેવા માટે કહેવામાં આવ્યું છે. તેઓએ જણાવ્યું કે આ એક ઇન હાઉસ પ્રોસિજર હશે અને આ દરમિયાન બંને પક્ષો તરફથી વકીલ રજૂ થશે. આ એક સામાન્ય ન્યાયિક કાર્યવાહી નહીં હોય. તેઓએ જણાવ્યું કે આ તપાસ માટે કોઈ સમયસીમા નથી અને આગળની કાર્યવાહી તપાસના પરિણામો પર નિર્ભર કરશે જે ગુપ્ત રહેશે

Comments

comments

VOTING POLL