ચુનારાવાડમાં બે નામચીન શખસોનો યુવાન પર છરી વડે હુમલો

December 7, 2018 at 3:38 pm


શહેરના સામાકાંઠે ચુનારાવાડમાં રહેતાં નામચીન શિક્ત ઉર્ફે ટબુડી અને લખન નામના બે શખસોએ યુવાન પર છરી વડે હુમલો કરી ઇજા કરતાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ સામાકાંઠે ચુનાડાવાડ શેરી નં.4માં રહેતો દીપક બચુભાઇ જાડા (ઉ.વ.42) નામનો કોળી યુવાન આજે સવારે પોતાના ઘર પાસે હતો ત્યારે અગાઉ રૂા. 15 હજારનો રાજ પીપળાથી પોપટ લાવ્યો હોય જે પોપટ આપી દેવા આ વિસ્તારમાં રહેતો શિક્ત ઉર્ફે ટબુડી અને લખન નામના બે શખસોએ ઝઘડો કરી છરી વડે હુમલો કરી હાથમાં ઇજા કરી નાસી જતાં યુવાનને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બનાવ અંગેની જાણ થાેરાળા પોલીસ મથકે કરવામાં આવતા એ.એસ.આઇ ગોકળભાઇ અને રાઇટર નારણભાઇએ પ્રાથમિક તપાસ હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL