ચૂંટણીની ફરજમાં હાજર ન રહેતા દ્વારકા નગરપાલિકાના કર્મચારી સામે ધરપકડનું વોરંટ

April 19, 2019 at 10:50 am


લોકસભાની ચૂંટણીમાં કેટલાક કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે ત્યારે આ હુકમનો અનાદર કરનાર દ્વારકા નગરપાલિકાના એક કર્મચારીની ધરપકડ કરવા વોરંટ ઇસ્યુ કરવામાં આવતા ભારે ખળભળાટ મચી ગયો છે.
આ અંગેની વિગત એવી છે કે, દ્વારકાના એસડીએમ દ્વારા દ્વારકા નગરપાલિકાના કર્મચારી વિધાભા કેરને ચૂંટણીમાં ફરજ સોંપવામાં આવી હતી, પરંતુ તેઓ 17 અને 18 ચૂંટણીની કામગીરી ગેરહાજર રહીને ફરજનો અનાદર કરતા લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1965 ની કલમ હેઠળ મદદનીશ ચૂંટણી અધિકારી એ વિધાભા કેર સામે ધરપકડનું વોરંટ કાઢતા ભારે ચકચાર જાગી છે અને કામચોર કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.

Comments

comments

VOTING POLL