ચૂંટણીનો બીજો તબક્કો કેટલો મહત્વનો ?

April 18, 2019 at 9:07 am


લોકસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે આજે દેશના ૧૩ રાયોની ૯૫ બેઠક માટે મતદાન થઇ રહ્યું છે પ્રથમ તબક્કામાં ધારણા કરતા ઓછું મતદાન થયું હતું જે ખાસ કરીને ભાજપ માટે ચિંતાનો વિષય હતો. આવી સ્થિતિમાં આજના બીજા તબક્કામાં વધુ મતદાન થાય તે માટે બધાએ એડીચોટીનું જોર લગાવી દીધું છે.

૨૦૧૪ની લોકસભા ચૂંટણી મોદી લહેર માટે પ્રખ્યાત છે. એ ચૂંટણીમાં કોંગ્રેસ વિરોધી માહોલ ઊડીને આંખે વળગતો હતો પરંતુ, આ ચૂંટણીમાં કોઈ જ લહેર દેખાતી નથી અને એટલે જ ભાજપના ચૂંટણી પંડિતોને બે બાબત સતાવી રહી છે. એક તો, મતદાનની ટકાવારી શી રીતે વધારવી અને બીજું હિન્દી બેલ્ટમાં ભાજપનો સ્કોર શી રીતે વધી શકે? ગત લોકસભા ચૂંટણીમાં ઉત્તરપ્રદેશ, બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, દિલ્હી અને ગુજરાત એમ ૧૧ રાયોમાં ભાજપને ૨૧૬ બેઠકો મળી હતી. આ વખતની ચૂંટણીમાં શું ભાજપ એ પરફોર્મન્સને રીપિટ કરી શકશે? ૨૦૧૪માં એનડીએને ૧૩ રાયોમાંથી ૩૫૩ લોકસભા બેઠકોમાંથી ૩૩૪ બેઠકો મળી હતી. ટૂંકમાં, ભાજપનો સ્ટ્રાઇક રેટ ગત લોકસભા ચૂંટણીમાં ૧૧ રાયોમાં ૮૦થી ૧૦૦ ટકા સુધીનો હતો, પરંતુ પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ઉત્તરપ્રદેશ અને બિહારનો ટ્રેન્ડ જોતાં ચૂંટણી પંડિતો માને છે કે આવનારા દિવસોમાં ભાજપ માટે કપરાં ચઢાણ છે અને માટે જ ભાજપની સફળતાનો મદાર અનેક બાબતો ઉપર નિર્ભર છે.

રાહત્પલ ગાંધીની વ્યૂહરચના પોતાની ન્યાય યોજનાના આધારે ગરીબો અને કિસાનોના મત મેળવવાની છે. રાહત્પલ ગાંધી માને છે કે દક્ષિણ ઉપરાંત, હિન્દી ભાષી મત વિસ્તારોમાં કોંગ્રેસ સારો દેખાવ કરી શકશે. રાહત્પલ પાસે પ્રિયંકા ગાંધી સ્ટાર પ્રચારક તરીકે ખાસ્સું કાઠું કાઢી રહ્યાં છે, પરંતુ ભાજપની સંગઠન શકિત, સંસાધનો સામે કોંગ્રેસનો પનો ટૂંકો પડી રહ્યો છે. ભાજપને એન્ટી–ઇન્કમબન્સી, આર્થિક પ્રશ્નો અને વિપક્ષોની એકતા નડી રહી છે તો સામા પક્ષે રાષ્ટ્ર્રવાદ અને હિન્દુત્વના મુદ્દે ભાજપ ચૂંટણીની વૈતરણી તરવા માંગે છે.જો ભાજપ આ ચૂંટણીને પ્રેસિડેન્શિયલ પેટર્ન પર લઇ જાય અને વડાપ્રધાનપદે મોદીનો કોઈ જ વિકલ્પ નથીએ બાબતને ૧૩ રાયોમાંની ૩૫૩ બેઠક પરના મતદારોમાં પ્રસ્થાપિત કરે અને જો બ્રાન્ડ મોદીનો કરિશ્મા આ ૧૩ રાયોમાં લહેર સ્વપે સુધ્ઢ બને તો જ ૨૦૧૯માં સ્પષ્ટ્ર બહત્પમતી મળે. અન્યથા ત્રિશંકુની શકયતા નકારાતી નથી

Comments

comments