ચૂંટણીપંચ દ્વારા આજે તમામ કલેકટરો સાથે વીડિયો કોન્ફરન્સથી મિટિંગ

September 12, 2018 at 11:14 am


લોકસભા-2019ને લઈને રાજ્યના ચૂંટણીપંચ દ્વારા તડામાર તૈયારીઓ શ કરવામાં આવી છે. મતદાર યાદીની આખરી પ્રસિધ્ધિ પૂર્વે આજે રાજ્યના તમામ જિલ્લા કલેકટરો સાથે વીડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્ય નિવર્ચિન અધિકારી ડો.એસ. મુરલીક્રિષ્નના જણાવ્યા અનુસાર આગામી લોકસભાની ચૂંટણી પૂર્વે કેન્દ્રની ટીમો તૈયારીનું નિરીક્ષણ કરવા માટે આવે છે જે માટે રાજ્યના તમામ જિલ્લાઓ કલેકટરો સાથે પ્રથમ સપ્તાહે વીડિયો કોન્ફરન્સ યોજવામાં આવે છે જેમાં વિવિધ કામોની સમીક્ષા અને સૂચનો કરવામાં આવે છે.
હાલ રાજ્યમાં નવા મતદારોની યાદી, નોંધણી ચાલી રહી છે જે 15 ઓકટોબર સુધી ચાલનાર છે. લોકસભા-2019 માટે તા.9 જાન્યુઆરી-2019ના આખરી યાદી પ્રસિધ્ધ કરવામા આવનાર છે. ત્રણ રવિવાર તા.16,30 સપ્ટેમ્બર અને 14 આકેટોબરે સુધારા-વધારા કરી શકાશે. આ 45 દિવસના અભિયાનમાં ત્રણ રવિવારે પણ આ યાદી સુધારણા ચાલશે.
હાલ રાજ્યમાં 4.39.45.493 મતદારો છે, 2018ની મતદાર યાદીમાં 18થી 19 વર્ષના નવલોહિયા મતદારોની સંખ્યા 8.52 લાખ છે જે આખરી પ્રસિધ્ધિ વખતે તેમાં વધારો થશે તે વાત નિશ્ર્ચિત છે.
ગુજરાત રાજ્યના તમામ જિલ્લા કલેકટરો સાથેની વીડિયો કોન્ફરન્સમાં મતદાર યાદી સુધારાની સમીક્ષાની સાથોસાથ તમામ જિલ્લાઓમાં બની રહેલા સ્ટ્રોંગ (ઈવીએમ)નો સ્ટેટ રિપોર્ટ તેમજ ચૂંટણીની કામગીરી માટે જરી સ્ટાફ અને ખાલી જગ્યાઓની યાદી તૈયાર કરવાની સાથોસાથ ડિસેમ્બર મહિના સુધીમાં ચૂંટણીની કામગીરીની વિવિધ તાલીમ માટે સજ્જ રહેવાના આદેશ અને પરામર્શ કરવામાં આવશે.

Comments

comments

VOTING POLL