ચૂંટણીમાં લ્હાણી કરવા રિઝર્વ બેંક પાસે સરકારે રૂા.3.6 લાખ કરોડ માગ્યાઃ નવો વિવાદ

November 7, 2018 at 10:40 am


કાેંગ્રેસે એવો આક્ષેપ કર્યો હતો કે જો સરકારે રિઝર્વ બેંક પાસેથી રુ. 3.6 લાખ કરોડ મેળવવા માટે પ્રસ્તાવ મૂક્યો હોવાનો અહેવાલ સાચો ખરો હોય તો એનો સીધો અર્થ એ થાય છે કે આ ભારતની સૌથી મોટી લૂંટ છે અને નાણાંનો ઉપયોગ 2019ની લોકસભાની ચૂંટણી અગાઉ મફતની લહાણી કરવા માટે કરવામાં આવશે. સરકાર આરબીઆઇને ખલાસ કરી નાખવા માગે છે.

કાેંગ્રેસના પ્રવક્તા મનીષ તિવારીએ એવો દાવો કર્યો હતો કે રિઝર્વ બેંક પાસેની રુ. 9.59 લાખ કરોડ અનામત રકમમાંથી સરકારને રુ. 3.6 લાખ કરોડ જોઇએ છે. રિઝર્વ બેંક આ પ્રસ્તાવનો વિરોધ કરી રહી છે.

આ પગલાની ભારતના અર્થતંત્ર પર મોટે પાયે માઠી અસર થશે. એનડીએ સરકાર રિઝર્વ બેંકને તોડી રહી છે અને કાેંગ્રેસ એના એવા પ્રયત્નનો જોરદાર વિરોધ કરશે અને એને રોકવાનો પ્રયત્ન કરશે. જો આ કામમાં સરકાર સફળ થઇ તો એ ભારતની અત્યાર સુધીની સૌથી મોટી લૂંટ ગણાશે, એમ તેમણે કહ્યું હતું.

રિઝર્વ બેંક પાસે કોઇપણ કટોકટી માટે પર્યાપ્ત પ્રમાણમાં ભંડોળ રહે એ પાયાનો સિદ્ધાંત છે. આજે એનડીએ/ભાજપ સરકાર રોકાણકારોનો એ વિશ્વાસ તોડવા માગે છે, એમ તેમણે કહ્યું હતું.

આ એક અત્યંત ગંભીર, સંવેદનશીલ અને નાજુક મુદ્દાે છે અને એની ભારતના અર્થતંત્ર પર ઘણી માઠી અસર પડશે, એમ તેમણે જણાવ્યું હતું. આ મામલે કાેંગ્રેસે કરેલા આક્ષેપોનો તત્કાળ ભાજપ તરફથી કોઇ જવાબ મળ્યો નહોતો.

Comments

comments

VOTING POLL