ચૂંટણી અને ક્રિકેટને કારણે 2019માં ડેટાનો વપરાશ ‘બમણો’ થશે

January 3, 2019 at 5:05 pm


મોબાઈલ ડેટાનો વપરાશ 2019માં બમણો અને કેટલાક અંદાજ પ્રમાણે 125 ટકા વધવાનો અંદાજ છે. લોકસભાની ચૂંટણી પહેલાં મતદારોને રીઝવવા માટે રાજકીય પક્ષોના પ્રયાસ તેમજ પ્રચાર માટે ફેસબૂક, વોટ્સએપ અને યુટéૂબ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોમ્ર્સના ભરપૂર ઉપયોગને કારણે ડેટાના વપરાશમાં મોટા ઉછાળાની શકયતા છે. મેથી જુલાઈના ગાળામાં ક્રિકેટની સીઝન પણ ભરપૂર છે. માર્ચની મે મહિનામાં આઈપીએલ રમાશે. જેમાં ક્રિકેટ ચાહકો મન ભરીને મોબાઈલ ડેટાનો ઉપયોગ કરશે. ઉપરાંત, મે મહિનાના ક્રિકેટ વર્લ્ડકપ શરૂ થશે, જે જુલાઈના પ્રથમ પખવાડિયા સુધી ચાલશે. ટેલિકોમ કંપનીઆે અને એનાલિસ્ટ્સના જણાવ્યા અનુસાર બે મોટી ક્રિકેટ ઈવેન્ટ્સને કારણે ડેટાના વપરાશને જોરદાર વેગ મળશે.
ભારતીય એરટેલના પ્રવકતાએ જણાવ્યું હતું કે, ગ્રાહકો માટયે સ્માર્ટફોન હાથવગી સ્ક્રીન હોવાથી એરટેલના મોબાઈલ નેટવર્ક પર સપ્ટેમ્બર 2018માં ડેટાનો વપરાશ યુઝર દીઠ ગયા વર્ષની તુલનામાં 125 ટકા ઉછળી 9.2 જીબી થયો છે. બે વર્ષમાં તેમાં 900 ટકા ઉછાળો નાેંધાયો છે. બંડલ્ડ ડિજિટલ કન્ટેન્ટ અને વધુ ગ્રાહકો દ્વારા 4જી સ્માર્ટફોન્સમાં અપગ્રેડને કારણે ડેટા વપરાશમાં મોટો ઉછાળો નાેંધાશે. કાઉન્ટરપોઈન્ટ ટેકનોલોજી માર્કેટ રિસર્ચમાં આઈઆેટી, મોબાઈલ અને ઈકોસિસ્ટમ્સના પાર્ટનર અને રિસર્ચ ડિરેકટર નીલ શાહને સરેરાશ ડેટા વપરાશ વધીને 2019ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં યુઝર દિઠ મહિને 9 જીબી સુધી પહાેંચવાનો અંદાજ છે.
તે અત્યારના યુઝર દીઠ 4 જીબીની તુલનામાં 125 ટકાની વૃિધ્ધ દશાર્વે છે. શાહના જણાવ્યા અનુસાર બીજા અર્ધવાર્ષિક ગાળામાં ડેટા વપરાશ 11 જીબીને પણ સ્પશ} શકે. ઉલ્લેખનીય છે કે, 2017માં વ્યકિત દીઠ ડેટા વપરાશ 1.8 જીબી હતો. જેનું મુખ્ય કારણ સપ્ટેમ્બર 2016માં રિલાયન્સ જિયોની એન્ટ્રીના કારણે ફ્રી કે સસ્તુ ઈન્ટરનેટ કહી શકાય. સ્ટરલાઈટ ટેકનોલોજિસનાં ડિરેકટર અને એડ્વાઈઝર સંદિપ દાસે જણાવ્યું હતું કે, બીજી અને ત્રીજી હરોળમાં શહેરોમાં ડેટાના વપરાશમાં મોટો ઉછાળો નાેંધાશે. આ વિસ્તારોમાં ટેલિવિઝન કરતાં મોબાઈલની સંખ્યા વધુ છે અને સ્માર્ટફોનની સંખ્યા પણ તીવ્ર ઉછાળો નાેંધાયો છે. એનાલિસ્ટ્સ અને સોશિયલ મીડિયાના જાણકારોના મતે લોકસભાની ચૂંટણી એપ્રિલ કે મે મહિનામાં યોજાશે. પણ રાજકીય પક્ષો વચ્ચે યુધ્ધનો પ્રારંભ તો આગામી થોડા સપ્તાહમાં થઈ જશે.

Comments

comments

VOTING POLL