ચૂંટણી આડે આંગળીના વેઢે ગણાય તેટલા દિવસો બાકી: સ્લિપ વિતરણ શરૂ

April 15, 2019 at 4:46 pm


લોકસભાની ચૂંટણી આડે હવે આંગળીના વેઢે ગણાય તેટલા દિવસો બાકી છે ત્યારે રાજકોટ જિલ્લા ચૂંટણી તત્રં સ્લિપ વિતરણની કામગીરીમાં વ્યકત બની ગયું છે. રાજકોટ સંસદીય મત વિસ્તારમાં ૧૮.૮૨ લાખ મતદારો છે અને દરેકને ઘેર બેઠા સ્લિપ મળી જાય તેવી વ્યવસ્થા જિલ્લા ચૂંટણી તત્રં દ્રારા કરવામાં આવી છે. ગઈકાલથી તમામ બીએલઓને સ્લિપના થોકડા પકડાવી દેવાયા છે અને વિતરણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

જિલ્લા ચૂંટણી કચેરીના સત્તાવાર સાધનોના જણાવાયા મુજબ ગુરુવાર સુધીમાં સ્લિપ વિતરણ કરી દેવામાં આવશે. દર વખતે મતદાનમાં સ્લિપ માન્ય ઓળખપત્ર તરીકે ગણવામાં આવતી હતી પરંતુ આ વખતે માન્ય ઓળખપત્રના પુરાવામાંથી સ્લિપની બાદબાકી કરવામાં આવી છે. જેમને પણ સ્લિપ ન મળે કે મોડી મળે તેવા લોકોએ પોતાના માન્ય પુરાવાઓ સાથે મતદાન મથકે જઈને વોટિંગ કરવાનું રહેશે.

રાજકોટ જિલ્લામાં ૪૭૩ જેટલા સર્વિસ વોટર છે આ ઉપરાંત ૧૨ હજાર જેટલા અધિકારીઓ–કર્મચારીઓ ચૂંટણી કામગીરી સાથે જોડાયેલા છે.
આ ઉપરાંત મતદાન મથકો, મત ગણતરી કેન્દ્રની સમયાંતરે કલેકટર તત્રં દ્રારા વિઝિટ કરવામાં આવે છે અને દરેક વિધાનસભા મત વિસ્તાર દીઠ રિસિવિંગ–ડિસ્પેચીંગ સેન્ટરો નકકી કરાયા છે. તા.૨૩ એપ્રિલના મતદાન થવાનું છે પરંતુ સ્ટાફને આગલા દિવસે રાતે જ મતદાન મથકે મોકલી દેવાશે. મતદાન સવારે ૭ વાગ્યે શરૂ થશે અને તેના દોઢ કલાક પહેલાં એટલે કે સવારે ૫–૩૦ વાગ્યે ઉમેદવારોના એજન્ટોની હાજરીમાં દરેક મતદાન મથક પર મોકપોલિંગ રાખવામાં આવેલ છે. ચૂંટણી લડતા ઉમેદવારોએ ખર્ચના હિસાબો પ્રથમ તબકકામાં રજૂ કરી દીધા છે

Comments

comments