ચૂંટણી કામગીરીમાં રોકાયેલ કર્મીઓ માટે તા.૧૭થી ૧૯ એપ્રિલ મતદાન યોજાશે

April 15, 2019 at 1:57 pm


ભાવનગર લોકસભા ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા અંદાજે ૧૬,૬૦૩ કર્મચારીઓ તા.૧૭થી ૧૯ એપ્રિલ દરમ્યાન બેલેટ થકી મતદાન કરશે. ભાવનગર લોકસભા બેઠકની આગામી તા.ર૩મી એપ્રિલના રોજ યોજાનારી ચૂંટણીલક્ષી કામગીરીમાં રોકાયેલા અંદાજે ૧૬,૬૦૩ જેટલા કર્મચારીઓ માટે તા.૧૭ થી ૧૯ એપ્રિલ એમ ત્રણ દિવસ મતદાન યોજાશે. આ અંગે સ્થાનિક ચૂંટણી તત્રં દ્રારા તડામાર તૈયારીઓ હાથ ધરવામા આવી છે. ચૂંટણીલક્ષી કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓ મતદાનથી વંચિત ન રહે તેની ખાસ તકેદારી રાખવામા આવી રહી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું

Comments

comments