ચૂંટણી ચોપાટના ચાણકયને ચસ્કો લાગ્યો…!

September 10, 2018 at 11:07 am


ચૂંટણીના સફળ વ્યૂહબાજ પ્રશાંત કિશોરે ભાજપને અને કાેંગીને બન્નેને ફાયદો કરાવી દીધા બાદ હવે તે પોતે રાજકારણના ફિલ્ડમાં નેતા તરીકે ઝંપલાવવા માગે છે.

હૈદ્રાબાદ ખાતે એક ફંકશનમાં પ્રશાંત કિશોરે કહ્યું હતું કે, બીજી પાર્ટીઆે માટે 6 વર્ષ સુધી કામગીરી કરી છે અને હવે હું પોતે રાજકીય ક્ષેત્રમાં સક્રિય થવા માગુ છું. 2019માં કોઈ પક્ષનું કામ કરશે નહી.

પ્રશાંત કઈ પાર્ટીમાં જોડાશે તેનો કોઈ સંકેત તેણે આપ્યો નથી. જો કે, અનુમાનો બંધાતા એમ કહે છે કે, મોટાભાગે તે નીતિશકુમારની પાર્ટી જનતા દળ (યુ)માં જોડાઈ શકે છે.

42 વર્ષના પ્રશાંત કિશોરને નીતિશકુમાર સાથે વર્ષોથી સારો ઘરોબો રહ્યાે છે અને તે નીતિશની ખુબ જ નિકટ ગણાય છે. 2015માં પ્રશાંતે વ્યૂહરચના ઘડી હતી ત્યારથી તે નીતિશના ખાસ મિત્ર રહ્યા છે.

2012માં પ્રથમવાર પ્રશાંતે ભાજપ માટે ચૂંટણી જીતવાની વ્યૂહરચના ગોઠવી હતી અને પછી મતભેદો ઉભા થઈ જતાં તેણે નીતિશ અને કાેંગ્રેસ માટે કામ કર્યું હતું.

રાજકીય આલમમાં પ્રશાંત કિશોરને નીતિશકુમારને ચાણકય તરીકે આેળખવામાં આવે છે. પ્રશાંતે નીતિશ અને લાલુપ્રસાદના પરિવાર વચ્ચે મનમેળ કરાવવાનો પ્રયાસ પણ કર્યો હતો.

જો કે, તેજસ્વી યાદવ જરા પણ સમાધાનના મૂડમાં નથી અને પ્રશાંતના પ્રયાસો એટલા માટે જ વિફળ રહ્યા હતા. હવે પ્રશાંત પોતે પાર્ટી બનાવે છે કે કોઈ પક્ષમાં જોડાય છે તે જોવાનું રહેશે.

Comments

comments