ચૂંટણી દરમિયાન નેતાઓ અને પ્રજાએ કર્યા 39.6 કરોડ ટ્વિટ

May 25, 2019 at 10:37 am


લોકસભા ચૂંટણી 2019 દરમિયાન સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વીટર પર નેતાઓ અને જનતાએ સતત ચૂંટણી સંબંધિત ટ્વીટ્સ કયર્.િ ટ્વીટરે ગુરુવારના રોજ કહ્યું કે તેણે 1 જાન્યુઆરીથી 23 મે વચ્ચે લોકસભા ચૂંટણી માટે 39.6 કરોડ ટ્વિટ નોંધ્યા. 2014ની લોકસભા ચૂંટણીની તુલનામાં ટ્વીટર પરની ચચર્મિાં 600 ટકા જેટલો વધારો નોંધાયો.

કંપ્નીએ પોતાના એક નિવેદનમાં કહ્યું કે વડાપ્રધાન મોદી ચૂંટણી દરમિયાન પૂર્ણ રાજનૈતિક વ્યક્તિત્વના રુપમાં ઉભરી આવ્યાં, જ્યારે ઇઉંઙ4ઈંક્ષમશફ ટ્વીટર પર સૌથી વધારે ટ્વીટ કરનારી રાજકીય પાર્ટી હતી. ટ્વીટરે કહ્યું કે જેવી જ મતગણતરી સમાપ્ત થઈ રહી હતી, કે તરત જ ટશષફશઇવફફિિં પર મોદીના ટ્વીટને થોડી જ મીનિટોમાં હજારો જવાબ, રીટ્વીટ અને લાઈક મળતી હતી, જે આ ચૂંટણીનું સૌથી વધારે રિટ્વીટ કરવામાં આવેલું ટ્વીટ છે.

મતગણતરીના દિવસે 32 લાખ ટ્વીટ્સ જોવા મળ્યાં, જેમાંથી એક તૃતિયાંશ ટ્વીટ્સ 3 થી 4 વાગ્યા વચ્ચે નોંધવામાં આવ્યાં. લગભગ તે જ સમયે કે જ્યારે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું. 11 એપ્રિલથી 19 મે સુધી ચૂંટણીના છ સપ્તાહ દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા પર સૌથી વધારે ચચર્િ કરવામાં આવી, ત્યારબાદ ધર્મ, રોજગાર, કૃષિ અને અંતમાં મોનિટાઈઝેશન સંબંધિત ચચર્િ ટ્વીટર પર થઈ.
ખફશક્ષબવશભવજ્ઞસશમફિ ઝૂંબેશ, ન્યાય યોજના, પહેલા ચરણના મતદાન અને મતગણના દિવસ તે વિષયો પૈકી હતાં કે જેના પર સૌથી વધારે સંખ્યામાં વાતચીત થઈ. 23 મેના રોજ મતગણતરી દરમિયાન જ 32 લાખ ટ્વીટ્સ મોકલવામાં આવ્યા. રસપ્રદ વાત તો એ છે કે આમાંથી એક તૃતિયાંશ ટ્વીટ ત્રણથી ચાર વાગ્યા દરમિયાન કરવામાં આવ્યાં કે જ્યારે વડાપ્રધાન મોદીએ પોતાની જીત પર એક ટ્વીટ કર્યું. નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું કે સૌનો સાથ + સૌનો વિકાસ + સૌનો વિશ્વાસ = વિજયી ભારત.

Comments

comments

VOTING POLL