ચૂંટણી દરમિયાન રેકોર્ડબ્રેક 52 હજાર કિલો નશીલી દવાઓ પકડાઈ

April 20, 2019 at 10:29 am


સુરક્ષા એજન્સીઓએ પાછલી ચૂંટણીના મુકાબલે 2019ની લોકસભા ચૂંટણીમાં ધન, દા, લાંચ અને નશીલી દવાઓ વિરુદ્ધ જે અભિયાન છેડયું છે તેના ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે.
આંકડા પરથી થયેલો ખુલાસો પાછલી તમામ ચૂંટણીના રેકોર્ડ તોડી રહ્યો છે. ચૂંટણીના માહોલમાં દેશમાં 52000 કિલો નશીલી દવાઓ પકડાઈ છે જેની કુલ કિંમત 1152 કરોડ પિયા ગણવામાં આવી રહી છે. બીજી બાજુ 219 કરોડ પિયાના ભાવનો 143 લાખ લીટર શરાબ પણ પકડાયો છે. ચૂંટણી પંચ તરફથી જારી કરવામાં આવેલા આંકડાઓમાં અત્યાર સુધી કુલ 2633 કરોડ પિયાનો માલ પકડાઈ ચૂક્યો છે. તાજા આંકડા લોકસભા ચૂંટણીના માત્ર બે તબક્કા સુધીના જ છે. હજુ દેશમાં પાંચ તબક્કાની ચૂંટણી બાકી છે. પકડાયેલા આંકડાઓની રફ્તારને જોતાં જાણકારો અંદાજ લગાવી રહ્યા છે કે ચૂંટણી ખતમ થતા સુધીમાં જ આંકડો બહ જ વધી શકે છે. આ ચૂંટણીમાં કુલ 697.64 કરોડ પિયાની રોકડ મળી આવી છે. 512 કરોડથી વધુના ભાવનું સોનું અને અન્ય કિંમતી ધાતુઓ પણ પકડાઈ ચૂકી છે.
પાછલી લોકસભા ચૂંટણીમાં આ આંકડો ઘણો જ ઓછો હતો. ચૂંટણી પંચ તરફથી જારી કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર 2014માં માત્ર 300 કરોડ ત્રપયા રોકડ પકડાઈ હતી જે આ ચૂંટણીની જપ્તીના અડધાથી પણ ઓછા હતા. પાછલી વખત 17070 કિલો નશીલી દવાઓ પકડાઈ હતી જે આ વખતે પકડાયેલી દવાઓના મુકાબલે માત્ર એક તૃતિયાંશ હતી.

Comments

comments

VOTING POLL