ચૂંટણી પંચના તમામ સભ્યો એક જ વિચાર પર સંમત હોય તે જરૂરી નથી

May 18, 2019 at 5:00 pm


લોકસભાની ચૂંટણી વચ્ચે જ ચૂંટણી પંચમાં આંતરીક મતભેદ સામે આવ્યા છે. આ મામલે મુખ્ય ચૂંટણી કમિશનરે ખુલાસો કર્યેા હતો. તેમણે કહ્યું હતું કે જરી નથી કે પંચના તમામ સભ્યો એક જ વિચાર પર સહમત હોય. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહને આચાર સંહિતાના ઉલ્લંઘન મામલે ચૂંટણી પચં દ્રારા કલીન ચિટ આપવાના મામલે વિવાદ થયો છે.

સુનીલ અરોરાએ કહ્યું હતું કે, મીડિયાના કેટલાક ભાગમાં આજે આચાર સંહિતાના સંદર્ભે ચૂંટણી પંચના અંદરના કામકાજને લઈને એક એવા વિવાદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને ટાળી શકાય તેમ હતો. મુખ્ય ચૂંટણી કમિશનર અરોરાએ એમ પણ કહ્યું હતું કે, સાર્વજનિક ચર્ચાથી કયારેય સમસ્યા નથી પણ કેટલીક બાબતોનો સમય હોય છે.

કેટલાક મીડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, ચૂંટણી કમિશ્નર અશોક લવાસાએ મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાને એક પત્ર લખ્યો છે. લવાસાના આ પત્રમાં માંગણી કરવામાં આવી છે કે, ૩ સભ્યોના પંચમાં જો કોઈ મુદ્દે કોઈ સભ્યના વિચાર જુદા છે, તો સંબંધિત આદેશમાં તેનો ઉલ્લેખ પણ કરવામાં આવે. લવાસા ઈચ્છે છે કે, એ પ્રકારે સુપ્રીમ કોર્ટના આદેશમાં બેંચના જજોના જુદા જુદા વિચારોને સ્પષ્ટ્ર કરવામાં આવે છે, તેવું જ કંઈક ચૂંટણી પચં મામલે પણ થાય. ઉલ્લેખનીય છે કે, લવાસાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ વિદ્ધ આચાર સંહિતાના ઉલ્લંઘનના આરોપો પર કિલન ચિટને લઈને બાકીના ૨ સભ્યોનો મત અગલ હતો. તેઓ ઈચ્છતા હતાં કે તેમની અસહમતિને પણ નોંધમાં લેવામાં આવે. મીડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, લવાસાએ મુખ્ય ચૂંટણી કમિશનરને લખેલા પત્રમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, તેમની માંગણીના હિસાબે વ્યવસ્થા ના બને ત્યાં સુધી તેઓ ચૂંટણી પંચની બેઠકોમાં શામેલ નહીં થાય.

કેટલાક મીડિયા રિપોટર્સમાં ચૂંટણી કમિશનર અશોક લવાસાના કથિત પત્રના હવાલાથી ચૂંટણી પંચમાં આંતરીક ઘમાસાણના અહેવાલ સામે આવ્યા બાદ મુખ્ય ચૂંટણી કમિશનરે એક નિવેદન જાહેર કરવું પડું છે. વિવાદ ટાળી શકવા યોગ્ય ગણાવતા અરોરાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, આ વિવાદ એવા સમયે સામે આવ્યો છે યારે દેશભરમાં તમામ મુખ્ય ચૂંટણી અધિકારી અને તેમની ટીમ રવિવારે યોજાનારા અંતિમ ચરણના મતદાનની તૈયારીમાં લાગી ગઈ છે, અને ૨૩મીએ મતગણતરી પણ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, લવાસાએ વડાપ્રધાનના ચાર ભાષણો અને ભાજપ અધ્યક્ષ અમિત શાહના ભાષણને કિલન ચીટ આપવાના મામલે અસહમતિ દર્શાવી હતી. ફલ કમિશન (મુખ્ય ચૂંટણી પચં સહિત બે અન્ય કમિશન)ની મીટિંગમાં ૨:૧ના નિર્ણયથી મોદીને કિલન ચીટ આપવામાં આવી હતી. અન્ય કમિશનરોને આ નેતાઓના ભાષણમાં આચાર સંહિતાના ઉલ્લંઘન જેવી કોઇ બાબત જોવા મળી નહતી.

ચૂંટણી આયોગે ૪ મેના રોજ કહ્યું હતું કે, મોદીએ ગુજરાતના પાટણમાં ૨૧ એપ્રિલના રોજ થયેલી ચૂંટણી રેલી દરમિયાન આપેલા ભાષણમાં આચાર સંહિતાનું ઉલ્લંઘન નથી કર્યુ. મોદીએ કહ્યું હતું કે, તેમની સરકાર વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને સુરક્ષિત મુકત કરવા પાકિસ્તાનને ઝૂકાવી દીધું હતું

Comments

comments

VOTING POLL