ચૂંટણી પંચનો નિર્ણય કાળા દિવસના રૂપે મનાવવામાં આવશે: માયાવતી આગબબુલા

April 16, 2019 at 10:52 am


વિવાદીત નિવેદન મામલે ચૂંટણી પંચ દ્વારા પ્રચાર માટે 48 કલાકનો પ્રતિબંધ લગાવ્યાના નિર્ણય પર માયાવતીએ નારાજગી દશર્વિી છે. માયાવતીએ કહ્યું કે, ચૂંટણી પંચે મારી પર જે રીતે પ્રતિબંધ લગાવ્યો છે તે ભારતના લોકોના મૂળભૂત અધિકારનું હનન છે. તેમણે કહ્યું કે, ચૂંટણી પંચનો નિર્ણય ભારતના લોકતંત્રમાં કાળા દિવસ તરીકે ઓળખવામાં આવશે. ચૂંટણી પંચે મને ચૂપ કરાવી ગરીબોનો અવાજ ચૂપ કરાવ્યો છે. ભારતની જનતા પણ ચૂંટણી પંચના આ નિર્ણયથી ખુશ નથી.

આજ આગરામાં યોજાનાર ચૂંટણી સભા પર રોક લગાવ્યા બાદ બસપા સુપ્રિમોએ પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું કે, ચૂંટણી પંચે નરેન્દ્ર મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ પર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ નથી લગાવ્યો. ચૂંટણી પંચ અમારા ભાષણને ભડકાઉ સમજી પ્રતિબંધ લગાવવાનું સાચુ માને છે તો, નરેન્દ્ર મોદી પર કેમ નહીં.

માયાવતીએ ચૂંટણી પંચ પર ખોટી રીતે અને અસંવિધાનિક રીતે પ્રતિબંધ લગાવવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, ચૂંટણી પંચને પણ ખબર છે કે, બીજા તબક્કાની ચૂંટણી જે લોકસભા સીટો પર થવાની છે ત્યાં અમે મજબૂત સ્થિતિ પર છીએ. આજ કારણથી બીજેપીના ઈશારે ચૂંટણી પંચે આ નિર્ણય લીધો છે, જેથી હું આગરામાં ચૂંટણી સભા ન કરી શકુ.

તમને જણાવી દઈએ કે, ચૂંટણી પંચે નેતાઓના ભડકાઉ ભાષણને લઈ કડક કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર 72 કલાકનો પ્રતિબંધ, જ્યારે માયાવતી પર 48 કલાક સુધી પ્રચાર નહી કરવાનો પ્રતબંધ લગાવ્યો હતો. આ સિવાય ચૂંટણી પંચે સપાના વરિષ્ઠ નેતા આઝમ ખાન પર પણ 72 કલાક પ્રચાર નહી કરવાનો અને બાજપ્ના નેતા મેનકા ગાંધી પર 48 કલાક પ્રચાર નહીં કરવાનો પ્રતિબંધ લગાવ્યો છે. ચૂંટમી પંચનો આ નિર્ણય સવારે 6 વાગ્યાથી લાગુ થશે.

Comments

comments

VOTING POLL