ચૂંટણી પછી રૂપિયામાં ઘટાડાની શકયતા, ૭૨ થશે: ડોએચ્ચ બેન્ક

April 11, 2019 at 10:50 am


અગાઉની ચૂંટણીના ડેટાને આધારે રૂપિયો ચૂંટણી પરિણામ સુધી વૃધ્ધિ દર્શાવશે, પણ ત્યાર પછી ભારતીય ચલણમાં મોટા ઘટાડાની શકયતા છે. ડોએચ્ચ બેન્કના અહેવાલ મુજબ ચૂંટણીના ત્રિમાસિક ગાળામાં રૂપિયામાં સામાન્ય રીતે વધારો નોંધાય છે. જોકે, તે ગયા વર્ષે જેટલો વોલેટાઈલ નહીં રહે.

ડોએચ્ચ બેન્કના જણાવ્યા અનુસાર ચૂંટણી પરિણામ એનડીએ ગઠંબધનની તરફેણમાં રહેશે તો મેના અતં સુધીમાં તીવ્ર વૃધ્ધિની શકયતા છે. જોકે, આરબીઆઈ તીવ્ર વૃધ્ધિને અટકાવવા ડોલર ખરીદી શકે. ડોએચ્ચ બેન્ના ચીફ ઈકોનોમિસ્ટ કૌશિક દાસે જણાવ્યું હતું કે, ચૂંટણીના પરિણામ જાહેર થયા પછી જુલાઈ–સપ્ટેમ્બર કવાર્ટરમાં રૂપિયાની ચાલ પલટાશે અને અમારા અંદાજ મુજબ વર્ષના અંતે તે ૭૨ના સ્તરે પહોંચવાની શકયતા છે. ડોએચ્ચ બેન્કના વિશ્ર્લેષ્ણ મુજબ ચૂંટણી પરિણામ પછી એઆઈઆઈએસના રોકાણનું મોમેન્ટમ ધીમું પડશે. એનડીએ ફરી સરકાર બનાવશે તો ચૂંટણી સંબંધી રોકાણપ્રવાહને કારણે ક્રૂડના ઉંચા ભાવ અંગેની આવક સરભર થઈ શકે. ડોએચ્ચ બેન્કના જણાવ્યા અનુસાર છેલ્લી ત્રણ ચૂંટણીમાં એઆઈઆઈ રોકાણમાં ઉછાળો નોંધાયો હતો. પણ એ વખતે રૂપિયો જે નીચી સપાટીને સ્પશર્યેા તેની પેટર્ન અલગ હતી

Comments

comments

VOTING POLL