ચૂંટણી ફંડનો વિવાદ

April 15, 2019 at 10:43 am


ચૂંટણીઓ મફતમાં નથી લડાતી એ સત્ય હકીકત છે પણ હવે આ ચૂંટણી એક પ્રકારનો ધંધો બની ગઈ છે.રાજકીય પક્ષો દેશમાંથી કોથળા ભરી ભરીને નાણા ઉઘરાવે છે અને જલસા કરે છે. આ નાણાં ક્યાંથી આવે છે અને કેટલા આવે છે તે કોઈને ખબર પડતી નથી પણ હવે સુપ્રીમ કોર્ટ આ બાબતે કડક બની છે અને રાજકીય પક્ષો પાસે માહિતી માંગી છે.

મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇના વડપણ હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચે જણાવ્યું છે કે તમામ રાજકીય પક્ષો પોતાનેે 1પ મે સુધી ચૂંટણી બોન્ડ દ્વારા મળેલ નાણાંભંડોળ અને ડોનેશનની જાણકારી 31 મે સુધીમાં ચૂંટણીપંચને સીલબંધ કવરમાં સોંપે.

સુપ્રીમ કોર્ટે માને છે કે, ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા એ જરૂરી છે કે ચૂંટણી બોન્ડ દ્વારા મળેલ ડોનેશન અંગે સ્પષ્ટતા કરવામાં આવે. આ અગાઉ સુપ્રીમ કોર્ટે ચૂંટણી સુુધી હસ્તક્ષેપ નહીં કરવાની કેન્દ્રની અરજી ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે દાતાઓની ઓળખ જ ન કરવામાં આવે તો ચૂંટણીમાં કાળાં નાણાંના ઉપયોગ પર લગામ કસવાની કેન્દ્ર સરકારની તમામ કોશિશ નિરર્થક પુરવાર થશે.

સુપ્રીમ કોર્ટે એક એનજીઓની અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. એનજીઓએ આ યોજનાની કાયદેસરતાને પડકારી છે અને એવી માગણી કરી છે કે કાં તો ચૂંટણી બોન્ડ ઇશ્યૂ કરવા પર રોક લગાવવામાં આવે અથવા તો ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે ડોનેશન અને ફાળો આપ્નારનાં નામ જાહેર કરવામાં આવે.અત્યારે તો સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષો પાસે બંધ કવરમાં નામ મગાવ્યા છે તેથી તે જાહેર થશે કે કેમ તે આવનારો સમય બતાવશે.

Comments

comments