ચૂંટણી ફરજના કર્મચારીઓને મતદાનના બીજા દિવસે ફરજ પર હાજર ગણી રજા આપવા હુકમ

April 20, 2019 at 2:18 pm


આગામી તા.૨૩ એપ્રિલ, ૨૦૧૯ના રોજ ગુજરાત રાયમાં લોકસભાની સામાન્ય ચૂંટણીઓ–૨૦૧૯ તેમજ ૨૧–ઐંઝા, ૬૪–ધ્રાંગધ્રા, ૭૭– જામનગર ગ્રામ્ય અને ૮૫–માણાવદર વિધાનસભાની પેટાચૂંટણીઓ પણ યોજવાની જાહેરાત ભારતીય ચૂંટણી પચં દ્રારા કરવામાં આવી છે. સામાન્ય રીતે મતદાનના દિવસે ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ મતદાન પૂં થયા બાદ રિસિવિંગ સેન્ટર પર મોડી રાત્રે અથવા દૂરનાં મથકોથી અંતર વધુ હોય, તો બીજા દિવસે વહેલી પરોઢે મતદાન સામગ્રી પરત સોંપવા માટે પહોંચતા હોય છે. આથી ચૂંટણી સ્ટાફના તેઓના ફરજના લાંબા સમયગાળાને ધ્યાનમાં રાખીને ભારતીય ચૂંટણીપચં દ્રારા તા.૧૫૧૧૧૯૯૪ના પત્રના સંદર્ભથી તા.૧૭૪૨૦૧૯ના પત્ર ક્રમાંક: ૪૬૪૨૦૧૯ની સૂચના અનુસાર મતદાનના બીજા દિવસે એટલે કે બુધવાર તા.૨૪૪૨૦૧૯ના રોજ તેમજ યાં પુન: મતદાન યોજાય, તેવા કિસ્સામાં મતદાનની ફરજ પર રહેલા કર્મચારીઓએ બીજા દિવસે ચૂંટણી ફરજ પર ગણીને કચેરીમાં હાજરી આપવાની જર રહેશે નહીં અને તેમને બીજા દિવસનું વધારાનું કોઈ ભથ્થું ગણ્યા વિના ફરજ પર હાજર ગણવા તેમ રાયના અધિક મુખ્ય ચૂંટણી અધિકારીશ્રી અશોક માણેકની યાદીમાં જણાવ્યું છે.

Comments

comments